સરકાર સોના અને ચાંદી પરનો gst દર વર્તમાન ૩ ટકાથી વધારીને ૫ ટકા કરી શકે


સોના-ચાંદીના ભાવ હાલ તો સસ્તા છે પણ હવે સંભવિત રીતે ટૂંક સમયમાં ભાવ વધી પણ શકે છે. સરકાર સોના અને ચાંદી પરનો ય્જી્‌ દર વર્તમાન ૩ ટકાથી વધારીને ૫ ટકા કરી શકે છે. અગાઉ સરકારે બજેટમાં બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે ગોલ્ડ બાર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરી છે. તેમજ એગ્રી ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ (છૈંડ્ઢઝ્ર) ઓન ડ્યુટી ૫ ટકાથી ઘટાડીને ૧ ટકા કરવામાં આવી છે. અત્યારે સોના પર ૩ ટકા ય્જી્‌ લાગે છે. આવી સ્થિતિમાં સોના પરનો કુલ ટેક્સ હવે ૯ ટકા છે, જે પહેલા ૧૮.૫ ટકા હતો. એ જ રીતે ચાંદી પર અસરકારક કર દર પણ ઘટીને ૯ ટકા થયો છે.

ઉદ્યોગના નિષ્ણાતોના મતે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો ય્જી્‌ દરમાં વધારાનો મોટો સંકેત હોઈ શકે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે બજેટમાં ય્જી્‌ દરોને સરળ અને તર્કસંગત બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. ય્જી્‌ દર ૩ ટકાથી વધીને ૫ ટકા થવાની શક્યતા છે. કેડિયા કોમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે, સરકાર સોના અને ચાંદી પર જીએસટી દર વધારીને ૫ ટકા કરે તેવી શક્યતા છે. જ્યારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી સોનાની દાણચોરી પર સકારાત્મક અસર પડશે જે તાજેતરના સમયમાં મોટા પાયે થઈ છે. ય્જી્‌ દરમાં વધારો આવકના નુકસાનના એક ભાગની ભરપાઈ કરી શકે છે.રાજ્ય સરકારો માટે ય્જી્‌ દરોમાં વધારો એ સારા સમાચાર છે કારણ કે વધેલા દરો તેમને કેન્દ્રીય કર આવકમાં તેમના હિસ્સા કરતાં વધુ કર આવક પ્રદાન કરશે. વધુમાં સેસ અને સરચાર્જની આવક રાજ્ય સરકારો સાથે વહેંચવામાં આવતી નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતના ભૂતપૂર્વ પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોને કરની આવકનો મોટો હિસ્સો મળતો હોવાથી તેઓ દાણચોરી સામે પગલાં લેવા વધુ વલણ ધરાવે છે.

નોંધનિય છે કે, દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ બજેટના દિવસે નીચલા સ્તરથી રૂ. ૯૦૦થી વધુ વધી ગયા છે. ખાસ વાત એ છે કે, શુક્રવારે સોનાનો ભાવ ૭૧ હજાર રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. ગુરુવારે ૨૩ જુલાઈ પછી પહેલીવાર સોનું રૂ.૭૦ હજારના સ્તરે પહોંચ્યું હતું. સ્ઝ્રઠના ડેટા અનુસાર શુક્રવારે સોનું રૂ. ૧૬૫ ઘટીને રૂ. ૬૯,૯૫૪ પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. જાેકે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું પણ ૭૦,૯૬૫ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો શુક્રવારે તેની કિંમતમાં ૧૦૧ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જાેવા મળ્યો હતો. જાેકે ૨૩ જુલાઈ પછી ચાંદીના ભાવમાં કોઈ ખાસ રિકવરી જાેવા મળી નથી. તેમ છતાં ચાંદીની કિંમત ૨૩ જુલાઈના ઉચ્ચ સ્તર કરતાં ૬,૫૨૨ રૂપિયા ઓછી જાેવા મળી રહી છે. જાેકે શુક્રવારે ભાવ ઘટીને રૂ. ૮૩,૭૦૨ પર આવી ગયા હતા. જે રૂ.૮૧,૫૦૬ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution