દિલ્લી,
ટેક્સ પેયર્સને રાહત આપતા સરકારે ડાયરેક્ટ ટેક્સના કાયદાને લઈને સમય મર્યાદાને આગળ વધારી છે. નાણાંકીય વર્ષ 2018-19ના માટે ઓરિજિનલ કે રિવાઈઝ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 31 જુલાઇ 2020 સુધી કરવામાં આવી છે.
આ ઉપરાંત નાણાંકીય વર્ષ 2019-20 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને ૩૦ નવેમ્બર 2020 સુધી આગળ લંબાવવામાં આવી છે. જેથી જે રિટર્ન ૩૧ જુલાઈ અને31 ઓક્ટોબર 2020 સુધી ફાઈલ કરવાનું હતું, તેને હવે 30 નવેમ્બર સુધી ભરી શકાશે.
આ સિવાય પાન-આધાર લિંક કરવાની તારીખને પણ વધારીને ૩૧ માર્ચ, 2021 કરી દેવામાં આવી છે. વર્તમાનમાં તેની સમય મર્યાદા 30જૂને સમાપ્ત થઈ રહી હતી. જા પાન-આધાર સમય પહેલા લિંક નહી કરાવો, તો પાન કાર્ડ બેકાર માનવામાં આવશે.
નાણાંકીય વર્ષ2019-20 માટે અલગ-અલગ ઈન્વેસ્ટમેન્ટ અને ક્લેમ ડિકક્શનની તારીખને એક મહિના માટે વધારીને 31જુલાઈ 2020સુધી કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષ 2020 માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ પહેલાથી જ30 નવેમ્બર,2020 સુધી આગળ વધારી દેવામાં આવી હતી