લેખકઃ સુનિલ અંજારિયા |
સાવ અચાનક મારી બાકીની રજાનો ઉપયોગ કરવાનો ર્નિણય લીધો તેથી આ લાભકારક મુસાફરીનું આયોજન થઇ ગયું. ટ્રાવેલ્સની બસ દ્વારા ૧૦ વાગે રાત્રે અમદાવાદથી પ્રસ્થાન કરી સવારે ૮-૩૦ કલાકે જેસલમેર પહોંચી ગયા. બુક કરાવી હતી તે હોટેલ જેસલમેર પેલેસ ગયાં.
હોટેલની અમારા રૂમની બાલ્કની ખોલતાં જ ઘણી બઘી પીળા પથ્થરથી ચમકતી ઇમારતો જાેવા મળી જે મોડી સવારના પ્રકાશમાં સોના જેવી ચમકતી હતી. હળવેથી ફૂંકાતા પવનોમાં ઠંડી હવા સાથે છત ઉપર રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી પછી બજાર જવા માટે નીકળ્યાં. આ સ્થળ સ્થાનિક ખરીદી કરવામાં મુખ્યત્વે ઊંટનાં ચામડામાંથી બનતી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. પટ્ટો, ઊંટનાં ચિત્રો વાળી પર્સ વગેરે ખરીદીઓ કરી.
મુખ્ય માર્ગ પર સાલેખાન હવેલી આવી હતી. ગાઈડે જણાવ્યું કે હવેલીનો અર્થ સારી હવા અને પ્રકાશ આપતી એક ઇમારત થાય છે. તે ઈમારતમાં બધા પથ્થરનાં માળખાં સિમેન્ટ કે મોર્ટાર વગર બનાવવામાં આવ્યા હતાં. પથ્થરોનું જાેડાણ આપણા પ્લગ પોઇન્ટ જેવી રચના દ્વારા, જેમાં વિસ્તૃત હાથા સાથે એક સ્લોટ હતો. અન્ય પથ્થરમાં અંદરથી બહાર તરફ અને રાઉન્ડમાંથી એક ચોરસ છિદ્ર હતું. પથ્થરને બીજા છેડે કડું (લોખંડની રીંગ) હતું. છિદ્રમાં એક સ્લોટ દાખલ કરો અને અન્ય પથ્થરને ખસેડવા કે રીંગ દ્વારા ગોળ ફેરવી ઊંચકો. દરેક પત્થરો માટે જગ્યા નિશ્ચિત હોય છે પરંતુ કોઈ પણ સમયે એ વિશાળ પત્થરોના બ્લોકસને એકબીજાથી દૂર કરી શકાય છે. તે એકબીજા સાથે જાેડેલા હોય છે જે સંભાળપૂર્વક એકથી બીજી જગ્યાએ જુદા કરી, લઇ જઈ ફરીથી જાેડી શકાતા હોય છે.
ગાઇડે કહ્યું કે અહીં ઘરની સ્ત્રીઓ સામાન્ય રીતે પડદામાં રહે છે અને પુરુષો માટે અને ઘરની મહિલાઓ માટે ઘરમાં અલગ વ્યવસ્થા હોય છે. તે સ્ત્રીઓ ચૂલા પર રસોઈ કરતી. રાંધવામાં ચૂલા પર પથ્થરોની સ્ટૂલ જેવી નીચે પાયાવાળી રચના હોય છે. હાથી આકારની દીવીઓ કે જે નીચેથી ઊંધુંચત્તુ ખોલી, તેલ ભરવામાં અને ઉપલી બાજુ પ્રકાશ સાથે દીવા કરવામાં વપરાય. હાથી સૂંઢ વડે પાણી પીવે તેમ ટીપે ટીપે તેલ ઉપર જાય છે અને દીવો પ્રગટેલો રહે છે. ગોખલાઓમાં દીવા પ્રગટાવવામાં પ્રકાશ આપ્યા પછી જે કાળાશ કાર્બનની બનતી હતી તે મેશનો ઉપયોગ આંખો માટે કાજલ તરીકે થતો હતો.
એક ઓરડામાં કાચબા જેવા કેટલાક આકાર, બિચ્છુ વગેરે ઊંધેથી ખુલતી અત્તરદાનીઓ હતી. એક કપાસની વાટ લઇ અત્તર(ફૂલનું તેલ)માં બોળી અને બંધ અત્તરદાનીમાં રેડવાની. હવાની આવજાવ સાથે બહારથી તે લાંબા સમય માટે સુગંધ આપશે. કેટલીક અત્તરદાનીઓ માટે ગાઈડે એમ જણાવ્યું હતું કે તે બધી ૭૦થી ૧૦૦ વર્ષ જૂની હતી !!
વચ્ચે બે સ્થાનો ઝરૂખામાં એવાં હતાં જ્યાં એક મહિલા હવેલીના એક ઝરૂખામાં ઉભી રહીને ઈશારા, ચહેરાના હાવભાવ દ્વારા સામે દુર ઉભેલા પુરુષ સાથે વાત કરી શકે છે. ખાસ કરીને પોતાના પતિ સાથે.
હવેલીના ફૂલો અને પથ્થર જેવા ડેકોરેશન માટેના પથ્થરો બલ્બ જેવી કટ્ઠજંીહૈહખ્ત ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ દ્વારા મૂળ ભીંતમાંથી દૂર કરી શકાય છે અને બલ્બ ફિક્સ કરીએ એમ જ નિયત જગ્યાએ જાેડી પણ શકાય છે. આમ ગાઈડના કહેવા મુજબ આટલી મોટી હવેલીને એક એક દીવાલ, સીડી, ડેકોરેશન, ઝરૂખાઓ, બધા સાથે છૂટી કરી એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ફિટ કરી શકાય! કુટુંબમાં ભાગ પડે ત્યારે હવેલીને આ રીતે છૂટી પડાતી હતી એમ ગાઈડ એ કહ્યું.
નૃત્ય માટેના ખંડમાં રહેલો ફુવારો જે બહારથી આંગણામાંના રટ્ઠહઙ્ઘॅેદ્બॅ દ્વારા ઓપરેટ કરી શકાય છે તેવી અદભુત રચના હતી. છતમાં લટકતાં કાચનાં અરીસાવાળા હેંગરો સાથેના ફાનસો જાેયાં જેનાથી પ્રકાશ ગુણાકારમાં અનેક પ્રતિબિંબો રચે અને શો કરનારી નર્તકી તરફ ફોકસ કરી ફેંકાશે. આમ વગર લાઈટે સાઉન્ડ લાઈટ શો રચાતા.
પાણી આજે પણ રિસાયકલ કરવામાં આવે છે. નહાવા માટે વપરાયેલું પાણી કપડાં ધોવામાં ઉપયોગમાં લેવાયેલું અને એ જ ખાળ દ્વારા એકત્રિત થતું, પછી પોતાં કરવા ઉપયોગમાં લેવાતું. નજીકમાં આવેલ મ્યુઝિયમ જાેવા ગયાં. આધુનિક વખતનો પપેટ શો જાેવા મળ્યો. શરૂમાં કઠપૂતળીઓ દ્વારા ગણેશ નૃત્ય અને આશીર્વાદ સાથે ગણેશ વંદના થઈ. પછી પલ્લો લટકે અને લીંબુડા લીંબુડા જેવા નૃત્યો જાેયાં. તાજેતરનું પ્રેમગીત અને રમકડા માટે રડતા નાના છોકરાની એક વાર્તા, હિન્દી ફિલ્મી ગીતો અને તેની અભિવ્યકિત જાેઈ. બહાર નીકળતાં આગળ એક દુકાન આવી. ત્યાં એક મોટું લાકડાનું સાંબેલું જાેયું. ચણાનો લોટ મોટા જથ્થામાં ફૂટવા માટે વપરાતું હતું. ઘીની સરસ સુવાસ આવતી હતી. તે મીઠાઈની દુકાન હતી. દુકાનદારે જણાવ્યું કે તે ‘ઘોટવા લાડુ’ નામે મીઠાઈ હતી. તેને તમે પખવાડિયા માટે સાચવી શકો છો. મોડી રાત્રે ઓપન હોટેલ ટેરેસ પરથી પર્વતીય ઠંડી લહેર માણી. ચંદ્રપ્રકાશથી પરાવર્તિત પીળા પત્થરોનાં મકાનો સોનાના રસ ઢોળેલ લાગતાં હતાં. શાંત મૃદુ રાત્રિમાં રણ મધ્યે આવેલું આ શહેર જાેવાનો અંતિમ આનંદ માણ્યો.