દેશની ગોલ્ડ રિઝર્વમાં પણ ૧૨૯ મિલિયન ડોલરનો વધારો થયો


ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે અને તે દેશની આવક સાથે સંબંધિત છે. હકીકતમાં સેન્ટ્રલ બેંકે શુક્રવારે વિદેશી મુદ્રા ભંડારનો ડેટા શેર કર્યો છે. જે પ્રમાણે ૈંહઙ્ઘૈટ્ઠ ર્હ્લિીટ ઇીજીદિૃી રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ ચોથું અઠવાડિયું છે કે, જેમાં સતત આંકડામાં ઉછાળો જાેવા મળ્યો છે. આરબીઆઈના ડેટા પર નજર કરીએ તો વિદેશી મુદ્રા ભંડાર ૬ સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં વધીને ૬૮૯.૨૩૫ અબજ ડોલર થઈ ગયો છે.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનો સિલસિવલો સતત ચાલુ છે. આ ચોથા મહિનામાં વધારા સાથે હવે ૭૦૦ અબજ ડોલરની નજીક પહોંચી ગયું છે. હકીકતમાં ૬ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ૫.૨૪૮ અબજ ડોલરનો જંગી ઉછાળો નોંધાયો છે. જેના કારણે આ અનામત ૬૮૯.૨૩૫ બિલિયનના નવા જીવનકાળના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ પેહલાના અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વનો આંકડો ૬૮૩.૯૮૭ અબજ ડોલર હતો.

વિદેશી મુદ્રા ભંડારમાં વધારાની સાથે ભારતના અન્ય ભંડારમાં પણ ઝડપી વધારો જાેવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ફોરેન કરન્સી એસેટ રિઝર્વમાં ૫.૧૦૭ અબજ ડોલરનો વધારો થયો છે અને હવે તે ૬૦૪.૧૪૪ અબજ ડોલરના નવા સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે એફસીએમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન યુએસ કરન્સીમાં વધઘટની અસરનો પણ સમાવેશ થાય છે.

ફોરેક્સ રિઝર્વની સાથે ભારતીય રિઝર્વ બેંકે આંકડા રજૂ કરતી વખતે માહિતી આપી હતી કે, દેશની ગોલ્ડ રિઝર્વમાં પણ ૧૨૯ મિલિયન ડોલરનો વધારો થયો છે અને તેના કારણે તે ૬૧.૯૮૮ અબજ ડોલર થયો છે. આ સાથે સરકાર કે સરકારી બેંકમાં જમા થયેલું સોનું 'ગોલ્ડ રિઝર્વ' છે. તે ભારતીય ચલણને ટેકો આપવા માટે જમા કરવામાં આવે છે. ગોલ્ડ રિઝર્વ વધતા દેશો માટે ફુગાવા સામે રક્ષણ મળે છે અને અર્થતંત્રને સપોર્ટ મળે છે.

સેન્ટ્રલ બેંકના ડેટામાં અન્ય આંકડાઓ પણ સામેલ છે. આમાંથી એક સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્‌સ (જીડ્ઢઇ) છે, જેમાં ૪ મિલિયન ડોલરનો વધારો થયો છે અને તે પછી તે ૧૮.૪૭૨ બિલિયન ડોલર થઈ ગયો છે. આ સાથે ૬ સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયા સુધી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ)માં ભારતની થાપણોમાં ૯ અબજ ડોલરનો વધારો નોંધાયો છે અને તે વધીને ૪.૬૩૧ અબજ ડોલર પર પહોંચી ગયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution