અંબાજી : લોકડાઉન બાદ ફરી એકવાર યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બાર દિવસ સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્રણ સો વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો કે જ્યાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે તે મેળો કોરોના સંક્રમણના કારણે સરકાર દ્વારા મુલત્વી રાખવાની ફરજ પડી છે. લોકડાઉન દરમ્યાન ત્રણ મહીના અંબાજી મંદિર બંધ રહ્યા બાદ ફરી એકવાર અંબાજી મંદિર પરિસર યાત્રિકો વગર સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. જ્યારે દર્શનાર્થીઓ આજે પણ રોડ ઉપર ઊભા રહી માતાજીના દર્શન કરતા નજરે પડ્યા હતા. સવારથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ મંદિર બહાર રોડ ઉપર લગાવેલી જાળી પાસે જ દર્શન કરી માતાજીને પ્રસાદ અને ચુંદડી રોડ ઉપર મુકી હતી. શ્રધ્ધાળુઓ રોડ ઉપરથી માતાજીના દૂરથી દર્શન કરી એક દુઃખની લાગણી પણ અનુભવી રહ્યા હતા. જ્યારે વાહનચાલકો પણ વાહનોમાં બેસીને જ માતાજીને નતમસ્તક કરતા નજરે પડ્યા હતા. અંબાજીથી પસાર થતા યાત્રિકો ચોક્કસપણે માનતા હોય છે કે અંબાજી આવે એટલે માતાજીના દર્શન કરીને જાય પણ તેમને પણ જાણે ખ્યાલ ન હોય તેમ આજથી અંબાજી મંદિર બંધ જોવા મળતાં તેમને હાઈવે માર્ગ ઉપરથી જ માતાજીને દર્શન કરી નમન કર્યા હતા એટલું જ ને સાથે જે કોરોના સંક્રમણ લઈને અંબાજી મંદિર બંધ કરવામાં આવ્યું છે તે કોરોના વહેલી તરીકે નાશ થાય અને રાબેતા મુજબ પહેલાની જેમ જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરતા થાય તેવી પણ લાગણી દર્શનાર્થે વ્યક્ત કરી હતી.જોકે આ શ્રદ્ધાળુઓ દ્વારા જે પ્રસાદ અને કુમકુમ દૂરથી જ એટલે કે રોડ ઉપર ચડાવ્યો હતો. માતાજીની આગળ તે શ્વાન અને અન્ય જાનવરો દ્વારા કરતાં તેમની લાગણી પણ ઠેસ પહોંચી હોય તેવું મળ્યું હતું મંદિર ટ્રસ્ટે ભલે મંદિર બંધ કર્યા હોય પણ જે આસ્થાથી લોકો માતાજીને નતમસ્તક થઈ પ્રસાદ પૂજાપો ચડાવતા હોય તેમના માટે પણ આ બધી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યુ છે. આજથી અંબાજી મંદિર બંધ થતા મંદિર તરફના રસ્તાઓ પણ સૂમસામ જોવા મળ્યા હતા.