રાજકોટ-
સૌરાષ્ટ્રમાં બનેલા અકસ્માત ના વિચિત્ર બનાવ માં ગોંડલ નજીક સાંઢીયાપુલ પાસે ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારતા કારનો ભૂક્કો બોલી ગયો હતો અને કાર માં સવાર કારચાલક સંજયભાઈ ટીલાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી હતી ફાટકમેનને પોતાની ભૂલ કબુલી હતી.
ગોંડલના સાંઢિયા પુલ પાસેથી પસાર થતી સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.