ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ

બોટાદ-

રાજયમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા હતા. જેથી ચૂંટણી પંચ દ્વારા રાજયમાં 8 બેઠકો પર 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ બેઠકો જીતવાની તૈયારીઓ શરૂ કરી છે. બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને બોટાદ જિલ્લા કોંગ્રેસની કારોબારી ગઢડા ખાતે ભરતભાઈ છૈયાના ફાર્મ પર યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિમતભાઈ કટારીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પેટા ચૂંટણીમાં કાર્યકરોને પ્રચાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયમાં ભાજપ સરકારની નિષ્ફળતા, ખેડૂતો વિરોધી નિતીરીતી, બેરોજગારી, સહિતના મુદ્દાઓ ગઢડા વિધાનસભા બેઠકના મતદારો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારુએ લોકો સાથે વિશ્વાસઘાત અને દ્રોહ કર્યો હતો. જે વાત એક એક મતદાર સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કરવામા આવ્યું હતું. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution