દરેક મહિનાની પૂનમે ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્ત્વ છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુની પૂજાથી સમૃદ્ધિ મળે છે. ભવિષ્ય અને વિષ્ણુધર્મોત્તર પુરાણના જણાવ્યાં પ્રમાણે પૂર્ણિમા તિથિએ વ્રત-પૂજા અને દાન કરવું જોઇએ. આ દિવસે વૃક્ષ-છોડ વાવવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. 1 ઓક્ટોબરે પુરુષોત્તમ મહિનાની પૂર્ણિમા છે. આ દિવસ એટલાં માટે ખાસ છે કેમ કે, 3 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે.
અધિક માસ ભગવાન વિષ્ણુનો મહિનો છે એટલે પૂર્ણિમાએ તીર્થ સ્નાન કરવું જોઇએ, પરંતુ આ સંક્રમણથી બચવા માટે ઘરના પાણીમાં જ ગંગાજળના થોડાં ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે. પૂર્ણિમા તિથિ સુદ પક્ષની 15મી તિથિ એટલે સુદ પક્ષનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે ચંદ્ર 16 કળાઓ ખીલેલો જોવા મળે છે. પૂર્ણિમાને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. અધિક માસની પૂર્ણિમાએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. સાથે જ, દાનનો સંકલ્પ લેવો જોઇએ. મંદિર જઇને ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઇએ. બની શકે તો સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવી જોઇએ. આખો દિવસ અનાજ ગ્રહણ કરવું જોઇએ નહીં. ફળાહાર કરી શકો છો. સવારે જલ્દી પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઇએ. સાથે જ, તુલસી અને કેળાના વૃક્ષની પણ પૂજા કરી શકો છો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઇએ. તેમને કપડા અને ભોજનની વસ્તુઓનું દાન કરવું જોઇએ.