મજૂરોની મદદ માટે બનાવશે સોનુ સૂદની પોર્ટલમાં આ વિદેશી કંપનીએ 250 કરોડનું રોકાણ કર્યું

મુંબઇઃ 

લૉકડાઉન બાદ દેશભરમાં પ્રવાસી મજૂરોને બસો, ટ્રેનો અને ફ્લાઇટોથી પોતાના ઘરો સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાનારા સોનુ સૂદે મજૂરોને રોજગાર અપાવવા માટે એક મોટુ પગલુ ભર્યુ હતુ. એક્ટરે પ્રવાસી રોજગાર નામના એક પોર્ટલની શૂરઆત કરી હતી. જેના માધ્યમથી મજૂરોને યોગ્ય રીતે રોજગાર અપાવવા જરૂરી જાણકારીઓ પ્રૉવાઇડ કરાવવાની સાથે સાથે તેમને રોજગાર અપાવવામાં મદદ કરવામાં આવશે. એટલુ જ નહીં કેટલાક ખાસ સ્કિલના રોજગાર માટે પ્રવાસી મજૂરોને તેમા પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.

હવે સોનુ સૂદના આ પ્રવાસી રોજગાર પોર્ટલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે સોનુ સૂદના રોજગાર માટેના ઓનલાઇન પ્રવાસી રોજગાર પોર્ટલમાં વિદેશી કંપનીઓ મોટા પાયે રોકાણ કર્યુ છે.

રિપોર્ટ પ્રમાણે પ્રવાસી રોજગાર પોર્ટલમાં સોનુ સૂદ એક જૉઇન્ટ વેન્ચરમાં કામ કરી રહ્યો છે, આ પોર્ટલમાં સિંગાપોર બેઝ્ડ ટેમાસેક કંપનીએ શરૂઆતી તબક્કામાં 250 કરોડ રૂપિયાની રોકાણ કર્યુ છે.

ટેમાસેક કંપની સારા કામદારો અને તેમની સ્કિલને નિખારવા માટે સોનુ સૂદ સાથે કામ કરશે. કંપનીએ શિક્ષણ અને વ્યવસાયિક સ્કિલને પ્રૉવાઇડ કરવા માટે સ્કૂલનેટ કંપની સાથે પાર્ટનરશીપ કરી છે. આ બન્નેની જૉઇન્ટ વેન્ચર આગામી 2021માં લૉન્ચ કરવામાં આવશે. આ પોર્ટલ મારફતે પ્રવાસી મજૂરોને પોતાની સ્કિલ પ્રમાણે કામ માટે પ્લેટફોર્મ આપવામાં મદદ કરાશે. આ કંપનીનુ હેડક્વાર્ટર સિંગાપોરમાં છે.

ઉલ્લેખનીય છે કે આ પોર્ટલની મદદથી ગામ ગામના લોકોના સમૂહોના માધ્યમથી આવા પ્રવાસી મજૂરોને દેશના જુદાજુદા શહેરમાં યોગ્ય રીતે રોજગાર અપાવવામાં મદદ કરવામાં આવશે. આ પોર્ટલથી દેશના જુદાજુદા સેક્ટરન સાથે ભાગીદારી કરવામાં આવી છે.

ખાસ વાત છે કે કોરોના મહામારીના કારણે લાગેલા લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની મદદ કરનારા અભિનેતા સોનુ સૂદને સંયુક્ત રાષ્ટ્રે સન્માનિત કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સોનુ સૂદને એડીજી હ્યૂમેનિટેરિયન એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને આ સન્માન સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)એ આપ્યુ હતુ.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution