પ્રાઈમરી માર્કેટ માટે ૨૦૨૪ના શરૂઆતી ૬ મહિના ખૂબ જ શાનદાર રહ્યા


મુંબઈ,તા.૩૦

આ વર્ષે અત્યાર સુધી ૩૪ કંપનીઓના ૈંર્ઁંએ શેર બજારમાં દસ્તક આપી છે. આ ૩૪ કંપનીઓમાં ૪ કંપનીઓએ રોકાણકારોા પૈસા ડબલથી પણ વધારે કરી દીધા છે.

પ્રાઈમરી માર્કેટ માટે ૨૦૨૪ના શરૂઆતી ૬ મહિના ખૂબ જ શાનદાર રહ્યા છે. આ સમય દરમિયાન ૩૪ કંપનીઓની લિસ્ટિંગ થઈ. જેમાંથી અમુક અત્યાર સુધી રોકાણકારને શાનદાર રિટર્ન આપી ચુકી છે. આ વર્ષના શરૂઆતના ૬ મહિના વખતે આ કંપનીઓએ ૈંર્ઁં દ્વારા ૨૬,૨૭૨ કરોડ રૂપિયા ભેગા કર્યા. જાેકે છેલ્લા ૨ વર્ષના મુકાબલે આ ઓછા છે. કારણ કે આ વર્ષે અત્યાર સુધી કોઈ મોટી કંપનીનો ૈંર્ઁં નથી આવ્યો.

શેર બજારમાં લિસ્ટ થયેલી કુલ ૩૪ કંપનીઓમાં ૪ કંપનીઓ રોકાણકારના પૈસા ડબલ કરી દીધા છે. આ કંપનીઓએ શેરબજારમાં ૧૦૦ ટકાથી વધારે રિટર્ન લિસ્ટિંગ બાદ આપ્યું છે. આ ૪ કંપનીઓ જ્યોતિ સીનએનસી ઓટોમેશન, એક્સિકોમ ટેલીકોમ, ટીબીઓ ટેક અને જેએનકે ઈન્ડિયા છે. જણાવી દઈએ કે જ્યોતિ સીએનસીના શેરના ભાવ લિસ્ટિંગ બાદ ૩૦૦ ટકા તેજી મેળવી ચુક્યા છે. આ ૈંર્ઁંને ૪૦ ગણા સબ્સક્રાઈબ કરવામાં આવ્યા છે.

એક્સિકોમ ટેલીકોમ, ટીબીઓ અને જેએનકે ઈન્ડિયાના શેરની કિંમતોમાં ક્રમશઃ ૨૨૦ ટકા, ૧૦૭ ટકા અને ૧૦૦ ટકાની તેજી જાેવા મળી છે. મ્રટ્ઠિંૈ ૐીટટ્ઠર્ષ્ઠદ્બના શેર પણ આ સમયે પ્રાઈશ બેંડથી ૯૬ ટકાના વધારાની સાથે ટ્રેડ કરી રહ્યા છે.મ્ન્જી ઈ જીીદિૃૈષ્ઠીજ અને ન્ીં ્‌ટ્ઠિદૃીહેીજ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજના શેરના ભાવ ૬૦ ટકાથી વધારે થઈ ચુક્યા છે. આ વર્ષે આવેલા અત્યાર સુધીના બધા આઈપીઓમાં ૭૩ ટકા કંપનીઓના શેર પ્રાઈસ બેંકથી વધારેની કિંમત પર ટ્રેડ કરી રહ્યા છે. જાેકે ૮ કંપનીઓ એવી પણ છે જેના પર દાવ લગાવનાર રોકાણકાર નુકસાનમાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution