ગાંધીધામ-
પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના એક વિજ્ઞાપનમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવમાં આવ્યો હતો ત્યાર બાદ તેઓએ તે વિજ્ઞાપન ઉતારી લીધી હતી. વિજ્ઞાપન ઉતારી લીધુ હોવા છતા, ભારે વિવાદને કારણે ગુજરાતમાં તનિષ્ક સ્ટોર પર હુમલો થયો છે. સુત્રો અનુસાર હુમલાખોરોના ટોળાએ સ્ટોર મેનેજરને માફી પત્ર લખવાનું કહ્યું હતું.
અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક સ્ટોર પર હુમલો થયો છે. આ હુમલા બાદ જબરજસ્તી સ્ટોર મેનેજરના માફી પત્રમાં કચ્છ જિલ્લાના લોકોની માફી માંગવામાં આવી છે કે જેમાં બિનસાંપ્રદાયિક જાહેરાતો (સિક્સ) ફરજીયાત કરીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.