મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું ક્ષેત્ર વિશાળ છે

‘મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્ર’નું કદ એટલું મોટું છે કે, વિશ્વમાં કોઈ પણ દેશ આ ક્ષેત્રની ઉપેક્ષા ન કરી શકે! આથી જ વિશ્વનાં લગભગ બધા જ દેશોમાં અને ભારત સરકાર દ્વારા પણ ‘મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્ર’ને સરકારી નિયંત્રણો હેઠળ કામ કરવાની મંજુરી આપવામાં આવે છે. ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ને ભલે અલગ-અલગ રીતે ૭-૮ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવતી હોય, પરંતુ જીઈમ્ૈં ની માર્ગદર્શિકા મુજબ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓનું ઑક્ટોબર ૨૦૧૭માં સ્કીમ્સના આધારે નીચે પ્રમાણે વર્ગીકરણ અને તર્કસંગતીકરણ કરવામાં આવ્યું છે.

૧. ઇક્વિટી સ્કીમ્સ (ઈૂેૈંઅ જીષ્ઠરીદ્બીજ)

૨. ઋણ યોજનાઓ (ડ્ઢીહ્વં જીષ્ઠરીદ્બીજ)

૩. હાઇબ્રિડ યોજનાઓ (ૐઅહ્વિૈઙ્ઘ જીષ્ઠરીદ્બીજ)

૪. નિવૃત્તિ અને બાળકો માટેની ઉકેલલક્ષી યોજનાઓ (ર્જીઙ્મેંર્ૈહ ર્ંિૈીહંીઙ્ઘ જીષ્ઠરીદ્બીજ – ર્હ્લિ ઇીંૈિીદ્બીહં ટ્ઠહઙ્ઘ ઝ્રરૈઙ્મઙ્ઘિીહ)

૫. અન્ય યોજનાઓ - ઇન્ડેક્સ ફંડ્‌સ અને ઇટીએફ અને ફંડ ઓફ ફંડ (ર્ંંરીિ જીષ્ઠરીદ્બીજ – ૈંહઙ્ઘીટ હ્લેહઙ્ઘજ શ્ ઈ્‌હ્લજ ટ્ઠહઙ્ઘ હ્લેહઙ્ઘ ર્ક હ્લેહઙ્ઘજ)

‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ દ્વારા બજારમાં ઉપલબ્ધ તમામ રોકાણના સાધનોમાં રોકાણ કરી શકાય છે. પરંતુ, નાનાં રોકાણકારોમાં મુખ્યત્વે શેર-સ્ટોકસ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ, કોર્પોરેટ બોન્ડ, સરકારી બોન્ડ જેવાં રોકાણનાં સાધનો વધુ પ્રચલિત છે. એક અંકમાં જ યોજનાનાં આધારે તમામ ‘મ્યુચ્યુઅલ ફંડ્‌સ સ્કીમ્સ’ને સાંકળી લેવી અશક્ય છે, આથી આ વખતે આપણે નાનાં રોકાણકારોમાં સૌથી પ્રચલિત ‘ઇક્વિટી સ્કીમ્સ’ને સમજવાનો થોડોઘણો પ્રયત્ન કરી શકીએ...

સેબીની માર્ગદર્શિકા મુજબ ‘ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની સ્કીમ્સ’ દ્વારા રોકાણકારો મુખ્યત્વે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરી શકે છે. આ પ્રકારની સ્કીમ્સમાં રોકાણકારો લાંબા ગાળાની વૃદ્ધિ તો ઈચ્છે છે પરંતુ, ટૂંકા ગાળાની અસ્થિરતા માટે તૈયાર પણ રહે તે જરૂરી છે. આ પ્રકારની સ્કીમ્સ મુખ્યત્વે ઉચ્ચ જાેખમની ભૂખ અને લાંબા રોકાણની ક્ષિતિજ ધરાવતા રોકાણકારો માટે યોગ્ય હોય છે.

‘ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની સ્કીમ્સ’ નો ઉદ્દેશ્ય સામાન્ય રીતે લાંબાગાળે મૂડીની વૃદ્ધિ મેળવવાનો હોય છે. ‘ઇક્વિટી ‘મ્યુચ્યુઅલ ફંડ્‌સની સ્કીમ્સ’ બજારના અમુક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી, ચોક્કસ રોકાણ શૈલીનાં આધારે મૂલ્યવાન અથવા વૃદ્ધિ આપતાં શેરોમાં રોકાણ કરે છે.

‘ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની સ્કીમ્સ’

મલ્ટી કેપ ફંડ ઃઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં ઓછામાં ઓછું ૭૫% રોકાણ

ફ્લેક્સી કેપ ફંડ ઃઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં ઓછામાં ઓછું ૬૫% રોકાણ

લાર્જ કેપ ફંડ ઃલાર્જ કેપ શેરોમાં ઓછામાં ઓછું ૮૦% રોકાણ

લાર્જ એન્ડ મિડ કેપ ફંડઃલાર્જ કેપ શેરોમાં ઓછામાં ઓછું ૩૫% અને મિડ કેપ શેરોમાં ૩૫% રોકાણ

મિડ કેપ ફંડઃમિડ કેપ શેરોમાં ઓછામાં ઓછું ૬૫% રોકાણ

સ્મોલ કેપ ફંડઃસ્મોલ કેપ શેરોમાં ઓછામાં ઓછું ૬૫% રોકાણ

ડિવિડન્ડ યીલ્ડ ફંડઃમુખ્યત્વે ડિવિડન્ડ યીલ્ડિંગ શેરોમાં રોકાણ કરે છે, જેમાં ઓછામાં ઓછા ૬૫% સ્ટોક હોય છે.

વેલ્યુ ફંડ ઃવેલ્યુ ફંડ્‌સ મુખ્યત્વે મૂલ્યવાન શેરોમાં રોકાણની વ્યૂહરચના ધરાવે છે, જેમાં ઓછામાં ઓછા ૬૫% મૂલ્યવાન સ્ટોકનો હોય છે.

કોન્ટ્રા ફંડ ઃકોન્ટ્રા ફંડ્‌સ વિરોધાભાસી રોકાણની વ્યૂહરચનાનું પાલન કરે છે, કોન્ટ્રા ફંડ્‌સ એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સ છે જે બજાર પર વિરોધાભાસી દૃષ્ટિકોણ ધરાવે છે.

કોન્ટ્રા ફંડ્‌સ અંડરપરફોર્મિંગ શેરો અને સેક્ટર્સને નીચા ભાવે ખરીદવા માટે પસંદ કરવામાં આવે છે.

કોન્ટ્રા ફંડ્‌સ અંડરપરફોર્મિંગ શેરો અને સેક્ટર્સનાં શેરોમાં ઓછામાં ઓછા ૬૫% રોકાણ કરવાનું હોય છે.

કોન્ટ્રા ફંડ્‌સના પોર્ટફોલિયો રક્ષણાત્મક હોય છે અને નીચે તરફ જતાં બજારો દરમિયાન નકારાત્મક વળતર આપનારા શેરોને પછાડતા હોય છે.

કોન્ટ્રા ફંડ્‌સમાં ખોટી માહિતીના આધારે નુકશાની મેળવવાનું જાેખમ વધારે હોય શકે. કારણ કે, બજારનાં વલણને પકડવું દરેક બજાર ચક્રમાં શક્ય નથી.

કોન્ટ્રા ફંડ્‌સ સામાન્ય રીતે તેજીના બજારમાં ઓછું સારું પ્રદર્શન કરે છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ઈન્જીજી)

નાણા મંત્રાલય દ્વારા સૂચિત ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ, ૨૦૦૫ અનુસાર ઈન્જીજી શેર / સ્ટોક્સમાં ઓછામાં ઓછું ૮૦% રોકાણ કરે છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ ઓછામાં ઓછો ૩ વર્ષનો લોક-ઇન સમયગાળો ધરાવે છે (જે અન્ય તમામ ટેક્સ બચત વિકલ્પોમાં સૌથી ટૂંકો છે). હાલમાં આવકવેરા કાયદાની કલમ ૮૦ ઝ્ર હેઠળ રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની કપાત માટે પાત્ર છે.

ઈન્જીજીને ‘ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ્‌સ’ તરીકે પણ ઓળખાય છે. કારણ કે, ઈન્જીજી દ્વારા બજારના વિવિધ ક્ષેત્રો અને સેગમેન્ટના શેરોમાં રોકાણ કરવામાં આવે છે.

વૈવિધ્યકરણ ઊંચા એક્સપોઝરના જાેખમને ઘટાડે છે.

‘ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સની સ્કીમ્સ’ વર્ગીકરણ પર જીઈમ્ૈં ની માર્ગદર્શિકા મુજબ એક ફંડ હાઉસ કાં તો કોન્ટ્રા ફંડ અથવા વેલ્યુ ફંડ ઓફર કરી શકે છે, બંને નહીં...

 ‘ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્‌સ સ્કીમ્સ’ અને અન્ય ‘મ્યુચ્યુઅલ ફંડ્‌સ સ્કીમ્સ’ અંગે વધુ માહિતી આવતાં અંકે...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution