ફેડ અંતે આ મહિનાના અંતમાં વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે


અમેરિકન જાેબ માર્કેટને લઈને ઘણા ડેટા સામે આવી રહ્યા છે. હાલમાં અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે અને પાંચ નવેમ્બરે ચૂંટણી થવાની છે. હાલમાં તેની જ ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ફેડના રેટ કટની રાહ જાેવામાં આવી રહી છે. ઘણા એક્સપર્ટનું કહેવું છે કે આ બંને બાબતોના કારણે હાલમાં કંપનીઓએ ભરતી પ્રક્રિયા પર રોક લગાવી છે.

હાલમાં યુએસ લેબર માર્કેટ ઠંડુ છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ગત મહિને બેરોજગારીનો દર ઘટીને ૪.૨% થયો હોવા છતાં, બેરોજગારી હજુ પણ ૨૦૨૧ના પતન પછી જાેવા મળી ન હોય તેવા ઉચ્ચ સ્તરની નજીક છે. તેમાં પણ એમ્પ્લોયર્સે ગત વર્ષોની તુલનામાં તાજેતરના મહિનાઓમાં નોંધપાત્ર રીતે ઓછા કામદારોને રાખ્યા છે અને લેબર ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર જાેબ ઓપનિંગની સંખ્યા જુલાઈમાં ઘટીને જાન્યુઆરી ૨૦૨૧ પછીના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. પરંતુ અમેરિકાના જાેબ માર્કેટમાં થોડું પેન્ટ-અપ મોમેન્ટમ હોઈ શકે છે જે ફક્ત મુક્ત થવાની રાહ જાેઈ રહ્યું છે. તે એટલા માટે કારણ કે એમ્પ્લોયર્સ કદાચ તેમની કેટલીક હાયરિંગ યોજનાઓ હોલ્ડ પર મૂકી રહ્યા છે, અને તે પણ સારા કારણોસર.

જ્યારે બિઝનેસિસ હાયરિંગનો ર્નિણય લે છે ત્યારે ઘણા બધા પરીબળો ધ્યાનમાં લે છે પરંતુ ઉદ્યોગોના વિશાળ સ્પેક્ટ્રમમાં આર્થિક દ્રષ્ટીકોણ હંમેશા વધારે મહત્વ ધરાવે છે અને તે વધારે વજન પણ ધરાવે છે. દાખલા તરીકે મંદીની પ્રભળ સંભાવના છે કે પછી છટણી કરવાની ફરજ પાડે છે તો વધુ કામદારોને શા માટે લેવા? હાલમાં આર્થિક અનિશ્ચિતતાની કોઈ અછત નથી. જેમાંથી મોટાભાગનો ભાગ બે મહિનામાં યોજાનારી યુએસ પ્રમુખ પદની ચૂંટણી તેમજ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરો અંગેના આગામી મુખ્ય ર્નિણયોમાંથી ઉદ્દભવે છે. અર્થશાસ્ત્રીઓ અને દેશભરના બિઝનેસીસની તાજેતરની કમેન્ટ્‌સ પ્રમાણે તે બંને પરિબળો એમ્પ્લોયર્સને હવે વધુ કામદારોની ભરતી કરવા વિશે બે વાર વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. નેશનવાઈડના ચીફ ઈકોનોમિસ્ટ કેથી બોસ્ટજાનિકે ઝ્રદ્ગદ્ગને જણાવ્યું હતું કે, જ્યારે બંને આ ક્ષણે વ્યવસાયોની હાયરિંગ કરવાના સાવચેતીપૂર્વકના સેન્ટિમેન્ટ્‌સમાં ફાળો આપી રહ્યા છે, ત્યારે ઘણા હાયરિંગના ર્નિણયો તેમના ગૂડ્‌સ અને સર્વિસિસની સ્થાનિક અને વિદેશમાં ધીમી માંગ દ્વારા સંભવતઃ વધુ આકાર લઈ રહ્યા છે. આર્થિક વિકાસમાં કન્ઝ્‌યુમર સ્પેન્ડિંગ મુખ્ય એન્જિન સમાન છે. જાે આ એન્જિન ધીમું પડે તો સમગ્ર પ્રવૃત્તિ ધીમી પડી જાય છે અને તે ઉપરથી લઈને નીચે સુધી કોર્પોરેટને અસર કરે છે.

૧૨ પ્રાદેશિક ફેડરલ રિઝર્વ બેંકો દ્વારા કરવામાં આવેલા બિઝનેસીસના સર્વેના રિસ્પોન્સના સંગ્રહ એવી ફેડની બેજ બુકમાં પણ જણાવવામાં આવ્યું હતું કે અગાઉની રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણીને લગતી અનિશ્ચિતતા સાથે, ઘણી કંપનીઓએ હાયરિંગની યોજનાઓને હોલ્ડ પર રાખી છે. જાેકે, વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના મતભેદોને જાેતાં આ બાબત આઘાતજનક ન હોવી જાેઈએ. આ બંને ઉમેદવારો મોટા ભાગના મુદ્દાઓ પર એકબીજાથી તદ્દન વિરુદ્ધ દિશામાં છે. દાખલા તરીકે ટ્રમ્પે પોતાને અમેરિકાના પ્રથમ ઉમેદવાર તરીકે રજૂ કર્યા છે. તે ચીનમાંથી આયાત પર ૬૦ ટકા ટેરિફ અને અન્ય રાષ્ટ્રોમાંથી આયાત પર ઓછામાં ઓછા ૧૦ ટકા અક્રોસ ધ બોર્ડ ટેરિફની વાત કરી રહ્યા છે. જાેકે, જે કંપનીઓ સ્થાનિક સ્તરે ઉત્પાદનો બનાવે છે તેઓ વર્તમાન ૨૧ ટકા વિરુદ્ધ ૧૫ ટકા કોર્પોરેટ ટેક્સ રેટ ચૂકવશે. બીજી તરફ ટેરિફ અંગે પોતે શું ર્નિણય લેશે તે અંગે કમલા હેરિસ મૌન છે પરંતુ તેણી કોર્પોરેટ ટેક્સ રેટ વધારીને ૨૮ ટકા કરવાની દરખાસ્ત કરી રહી છે. આ સાથે તેણીએ એક યોજનાની જાહેરાત કરી જેનો ઉદ્દેશ્ય નવા નાના વ્યવસાયોને સરળ બનાવવાનો છે. જાે પોતે ચૂંટાશે તો ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી વિના ટેરિફ પસાર કરી શકશે જેવું તેમણે અગાઉ કર્યું છે. પરંતુ ટેક્સ કોડમાં જે ફેરફારો તેઓ અને કમલા હેરિસ પ્રસ્તાવિત કરી રહ્યા છે તેના માટે કોંગ્રેસને સાઈન ઓફ કરવાની જરૂર પડશે અને હાઉસ તથા સેનેટ પર કયો પક્ષ નિયંત્રણ કરે છે તે પણ આ ચૂંટણીમાં નક્કી કરવામાં આવશે. પરિણામો પર આધાર રાખીને તે ટ્રમ્પ અથવા કમલાના વિશાળ વિવિધ કેમ્પેઈન વચનો પર સારી બનાવવાની ક્ષમતાને મર્યાદિત કરી શકે છે. યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા ખાતે ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક ફોરકાસ્ટિંગના ડિરેક્ટર સીન સ્નેથે જણાવ્યું હતું કે ચૂંટણી સુધી વધુ કામદારોની ભરતી પર રોક લગાવવી એ તર્કસંગત ર્નિણય છે. જ્યારે ભવિષ્ય અંગે સ્પષ્ટતા થશે ત્યારે વ્યવસાયો કર્મચારીઓની ભરતી કરવા અંગેના ર્નિણયોમાં વધારે કોન્ફિડન્ટ બનશે.

વ્યાપકપણે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ફેડ અંતે આ મહિનાના અંતમાં વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે અને વર્ષના અંત સુધીમાં કદાચ તેમાં થોડો વધુ ઘટાડો કરી શકે છે. તેથી કંપનીઓ ઝડપથી ભરતી કરવાનું શરૂ કરે તે પહેલા તે થવાની રાહ જાેતી હોઈ શકે છે. તે એટલા માટે છે કારણ કે તમામ કદના વ્યવસાયો પરંતુ ખાસ કરીને નાના વ્યવસાયો ક્રેડિટ પર ખૂબ આધાર રાખે છે. વ્યવસાય શરૂ કરવાથી લઈને વિસ્તરણ કામગીરી સુધી બિઝનેસ વર્લ્ડમાં દેવું એ ચાવીરૂપ છે. તેથી જ્યારે વ્યાજ દરો અત્યારે છે તેટલા એલિવેટેડ છે, ઘણી કંપનીઓ માટે માસિક દેવાની ચૂકવણી ખૂબ ખર્ચાળ હોઈ શકે છે અને જાે આગામી વર્ષમાં દરો ઘટવાની ધારણા છે, તો શા માટે અત્યારે જ લોન લેવી? તેવું પણ વ્યવસાયો વિચારી રહ્યા છે.

 ઘણી કંપનીઓ એમ કહી રહી છે કે તેમની પાસે વિકાસની ઘણી તકો છે, તેઓ નવું લોકેશન શરૂ કરવા, નવું વેરહાઉસ મેળવવા, નવી ટ્રક મેળવવા માંગે છે, પરંતુ તેઓ અત્યારે તેમાંથી કંઈ કરી શકતા નથી કારણ કે વ્યાજ દરો ખૂબ ઊંચા છે અને તેથી રોકાણ ખૂબ ખર્ચાળ હશે. જાેકે, આ એક ટેમ્પરરી હોલ્ડિંગ પેટર્ન છે. બીજી તરફ ફેડના અધિકારીઓએ રેટ કટ માટે દરવાજા ખોલ્યા હોવા છતાં, તે સ્પષ્ટ નથી કે ફેડ કેટલું આક્રમક હશે. ઝ્રસ્ઈ હ્લીઙ્ઘઉટ્ઠંષ્ઠર ટૂલના જણાવ્યા અનુસાર, આ મહિને પ્રથમ દરમાં ઘટાડો માત્ર એક ક્વાર્ટર પોઈન્ટની અપેક્ષા છે. તે અપેક્ષાએ પહેલાથી જ ૧૦ વર્ષની યુએસ ટ્રેઝરી યિલ્ડને ઓછી મોકલવામાં મદદ કરી છે. ઘણી લોન તે બેન્ચમાર્કને પણ ટ્રેક કરે છે. પરંતુ વ્યવસાયો વધુ રાહતની રાહ જાેઈ શકે છે, જે મોંઘવારી અને બેરોજગારી પર ર્નિભર રહેશે. જ્યારે પણ રેટ પૂરતા પ્રમાણમાં નીચે આવે છે, અને જાે અમેરિકન દુકાનદારો તંદુરસ્ત ગતિએ ખર્ચ કરવાનું ચાલુ રાખે છે, તો ભરતીમાં વેગ આવી શકે છે, પોલાકે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution