પથારીવશ દીકરીને પિતા તેડીને લાવ્યા

૧૬ વર્ષ પહેલા એક અકસ્માતના પગલે હું પથારી વશ છું. તેમ છતાં આજે મતદાનએ મારો અધિકાર અને મારી ફરજ છે જે સમજીને હું મતદાન કરવા માવી હતી. આ શબ્દો છે ૩૬ વર્ષીય કૃપલ ચોક્સીના. કૃપલના પિતા અશ્વિન ચોક્સી આજે તેને ઉંચકીને મતદાન મથક સુધી લઈને આવ્યા હતા. એમ એસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્ય અશ્વિન ચોક્સીએ જણાવ્યું હતું કે, ૨૦૦૮માં અમે નૈરોબી ગયા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં કૃપલને કરોડરજ્જૂમાં ઈજા પહોંચી હતી. જેના કારણે તે કમરથી નીચે હલન ચલન કરી શકતી નથી, તમ છતાં ૧૬ વર્ષમાં એક પણ લોકશાહીનો અવસર નથી કે જેમાં તેને મતદાન ન કર્યું હોય. દર વખતે મતદાન મથક સુધી હું તેને ઉંચકીને લઈ જઉં છું અને તે મતદાન કરે જ છે. ચૂંટણી આવે એટલે મારી દીકરી મને હંમેશા પૂછે છે કે, પપ્પા, મને સમજાતુ નથી કે, હરી ફરી શકે છે તેવા લોકો કેમ મતદાન કરતા નથી? પરંતુ હું મતદાન કરી તેમને મતદાન કરવા પ્રોત્સાહિત કરીશ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution