૮૭ બાળકનાં પિતાનો ૨૦૨૫માં સેન્ચુરીનો ટાર્ગેટ


ન્યૂયોર્ક:અમેરિકાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ૩૨ વર્ષીય કાયલ ગોર્ડી અત્યાર સુધીમાં ૮૭ બાળકોના પિતા બની ચૂક્યા છે અને હજુ તે ૧૦૦ બાળકોના પિતા બનવા માગે છે. કાયલ ગોર્ડી સ્પર્મ ડોનર છે, તે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૮૭ બાળકોના જૈવિક પિતા બન્યા છે. તેમનું કહેવું છે કે, વર્ષ ૨૦૨૬ સુધીમાં દરેક દેશમાં તેનું એક બાળક હશે.

અહેવાલો અનુસાર, ૩૨ વર્ષીય કાયલ ગોર્ડી બી પ્રગેનેન્ટ નાઉ વેબસાઇટ દ્વારા તેમની સેવાઓ મફતમાં પ્રદાન કરે છે. આજ સુધી, તે વિશ્વભરમાં ૮૭ બાળકોના જૈવિક પિતા બન્યો છે. તે સ્વીડન, નોર્વે, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ૧૪ બાળકોના પિતા બનનાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૩ હજારથી વધુ ફોલોઅર્સ છે અને તે પોતાની સેવાઓ માટે મહિલાઓને આમંત્રણ આપે છે. તેણે દાવો કર્યો છે કે, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના પોતાના મિશનને ચાલું રાખશે.

કાયલ ગોર્ડી જણાવ્યું હતું કે, આ વર્ષે મને દુનિયાભરમાં થોડા સ્થળોએ મુસાફરી કરવાની તક મળશે. હું એવા દેશોમાં જવા માંગુ છું જ્યાં મેં હજુ સુધી સ્પર્મ ડોનેટ કર્યું નથી. જાપાન અને આયર્લેન્ડ આવા દેશો છે. હું આ દેશોની મહિલાઓના સંપર્કમાં છું. આ કદાચ એવું વર્ષ હશે જ્યારે હું જાપાન, આયર્લેન્ડ અને કોરિયામાં બાળકોનો પિતા બની શકીશ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution