ગાંધીનગર-
હસમુખભાઈ મોહનભાઈ મકવાણાની પુત્રી પ્રિયંકા જેની ઉંમર 18 વર્ષની હતી. જેના પગ પર 17 મેના રોજ રસોઈ બનાવતી વખતે ગરમ તેલ ઢોળાતા તે દાઝી ગઇ હતી, જેથી તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તપાસ કરી અને દવાઓ આપી પરિવારને ઘરે લઈ જવા કહ્યું હતું. એ પછી 27 મેના રોજ અચાનક તે બેભાન થઈ ગઈ જેથી ફરીથી સિવિલ હોસ્પિટલ લઇ ગયા અને તેની સારવાર શરૂ કરાવી જ્યાં થોડા દિવસમાં જાણ થઇ હતી કે, તે મૃત્યુ પામી છે. પરિવારનો આક્ષેપ છે કે, તેનું મૃત્યુ કોરોનાથી નહીં પરંતુ બેદરકારીથી થયું છે. પ્રિયંકાના દાદા મોહનભાઈ માધાભાઈ મકવાણા કે જેઓ ઇન્દિરા નગર છાપરા વિસ્તાર, સેક્ટર 24માં રહે છે. જેમને કોર્ટમાં ન્યાય માટે દાદ માગી છે. અઢાર વર્ષની પ્રિયંકાના પગ પર તેલ ઢોળાતા તેને સિવિલ લઇ જવામાં આવી અને ડૉક્ટરોએ દવા આપી તેને ઘરે મોકલી દીધી હતી, ત્યારબાદ તે બેભાન થતાં પરિવાર તેને ફરી સિવિલ લઈ આવ્યા હતા પરંતુ થોડા દિવસ બાદ પરિવારે ત્યાં રૂબરૂ જઇને તપાસ કરી તો જાણવા મળ્યું કે, પ્રિયંકાનું કોરોનાથી મૃત્યુ નિપજયું છે પરિવારને પૌત્રીનું મોત શંકાસ્પદ લાગતા જવાબદાર ગાંધીનગર સિવિલના ડોક્ટર, નર્સ, સ્ટાફ વિરુદ્ધ ગુનો દાખલ કરવા ગાંધીનગર કોર્ટમાં દાદ માગી છે.