ચૈત્ર અમાસ સુલપાણેશ્વરનો મેળો તંત્રએ બંધ રખાવ્યો પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા સુલપાણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવની પૂજા મહાઆરતી અને પાલખી યાત્રા પણ નિયમ મુજબ નીકળી


રાજપીપળા : નર્મદા નદી કિનારે આવેલ સુલપાણેશ્વર દાદાના મંદિરે ભરાતા ચૈત્ર અમાસના મેળાને સુલપાણ યાત્રા ગણવામાં આવે છે.આ દિવસે નર્મદા સ્નાન કરી શિવજીની પૂજા આરાધના ભક્તો કરતા હોય છે પરંતુ આ વર્ષે ચૂંટણી હોય લાખોની સંખ્યામાં આવનારા ભક્તોની સુરક્ષા માટે અવ્યવસ્થા સર્જાય એ માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સુલપાણેશ્વર મંદિરનો ભાતીગળ મેળો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.અને મંદિર દ્વારા પૂજા વિધિ કરવાની અને પાલખી યાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી.જોકે જાહેરાતના અભાવે મેળો યોજાયો અને ભક્તો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.

ચૈત્રી ચૌદસ અમાસનો મેળો એકતાનગર સ્થિત ગોરા ગામ ખાતે યોજાયો.જેમાં મહારાષ્ટ્રના વેપારીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.આ મેળા માટે દુકાનો લાગી સ્થાનિક વેપારીઓને પણ મેળો ચાલુ હોવાનું જાણ થતા અન્ય સ્થાનિક વેપારીઓ પણ આવ્યા અને જોત જોતામાં મેળો જામ્યો.સ્થાનિક ભક્તો પણ સુલપાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા.સોના ચાંદીના ઘરેણાંથી સજ્જ ભગવાન શુંપાણેશ્વર મહાદેવ પાલખીમાં બિરાજમાન થઇને નગરયાત્રાએ નીકળ્યા હતા.ભક્તોએ મોટી સંખ્યામાં મેળાનો અને દર્શનનો લાભ લીધો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution