ઇડીએ આરજેડીના આ રાજ્યસભા સાંસદની ધરપકડ કરી

પટણા-

ઇડીએ રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભા સાંસદ એ ડી સિંહની બુધવારે ધરપકડ કરી લીધી છે. ઈડીએ અમરેન્દ્ર ધારી સિંહની ધરપકડ પહેલા તેમના દિલ્હી, હરિયાણા અને મુંબઈમાં ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ ઈડીએ અમરેન્દ્ર ધારી સિંહની ખાતર કૌભાંડના આરોપમાં ધરપકડ કરી છે. ઈડીએ બુધવારે મોડી રાત સુધી સાંસદના અનેક ઠેકાણે દરોડા પાડ્યા અને ત્યારબાદ તેમની ડિફેન્સ કોલોની સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ ઈડીએ સાંસદની પૂછપરછ કરી અને તેમને મેડિકલ તપાસ માટે લઈ ગઈ છે. આ બાજુ અમરેન્દ્ર ધારી સિંહની ધરપકડથી બિહારના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. રિપોટ્‌ર્સ મુજબ થોડા સમય પહેલા જ સીબીઆઈએ સાંસદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ ઈડીએ તેને આધાર બનાવીને મની લોન્ડરિંગ મામલે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે અમરેન્દ્ર ધારી સિંહનો અનેક જગ્યાએ રિયલ એસ્ટેટ, ફર્ટિલાઈઝર અને કેમિકલ ઈમ્પોર્ટનો બિઝનેસ છે. આરજેડીએ ગત વર્ષે જ તેમને રાજ્યસભા મોકલ્યા હતા. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution