દેશનો આર્થિક વૃદ્ધિદર આગામી બે વર્ષ દરમિયાન ૬%ના દરે વધવાની શક્યતા



ભારતીય કંપનીઓ તેની ક્ષમતાનું વિસ્તરણ કરવાના આશય સાથે આગામી ૧-૨ વર્ષમાં વાર્ષિક ઇં૪૫-૫૦ અબજ ( ૪ લાખ કરોડ)નું રોકાણ કરશે. જેમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ કુલ ખર્ચના લગભગ ૩૦% ખર્ચ કરશે. તે ઉપરાંત નેટ ઝીરો ટાર્ગેટને હાંસલ કરવા માટે પણ વધુ ખર્ચ કરવામાં આવશે તેવું મૂડીઝ રેટિંગ્સે તેના રિપોર્ટમાં જણાવ્યું છે. મૂડીઝ રેટિંગ્સ અનુસાર રેટેડ ભારતીય કંપનીઓનો મૂડીખર્ચ આગામી એકથી બે વર્ષ દરમિયાન ઇં૪૫-૫૦ અબજની આસપાસ રહેશે. અનેકવિધ બિઝનેસ સેગમેન્ટમાં વાર્ષિક ઇં૧૫ અબજના બજેટ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પોર્ટફોલિયો મૂડીખર્ચમાં ૩૦% હિસ્સો રહેશે. આગામી કેટલાક વર્ષ દરમિયાન દેશની રેટેડ કંપનીઓ દ્વારા ખર્ચમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટર તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો ૬૦% રહેશે. મૂડીઝ અનુસાર દેશની કુલ રેટેડ ભારતીય કંપનીઓના મૂડીખર્ચમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની સાત રેટેડ કંપનીઓનો હિસ્સો ૩૦%ની આસપાસ રહેશે. આ કંપનીઓ તેની ક્ષમતાનું વિસ્તરણ કરવા તેમજ નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવા માટે અંદાજે ઇં૧૫ અબજનો વાર્ષિક ખર્ચ કરશે. ઉદાહરણ તરીકે આગામી બે વર્ષ દરમિયાન રિઝર્વમાં વધારો, ઇન્ટિગ્રેશન તેમજ ઉર્જાને લગતા લક્ષ્યો હાંસલ કરવા માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (મ્ટ્ઠટ્ઠ ૩ સ્ટેબલ) અને ઇન્ડિયન ઓઇલ અનુક્રમે ઇં૬ અબજ અને ઇં૪ અબજનો ખર્ચ કરશે. મૂડીઝ અનુસાર ભારત તેમજ ઇન્ડોનેશિયામાં રહેલી કંપનીઓની ક્રેડિટ ગુણવત્તા પણ મજબૂત રહેશે.

ભારત અને ઇન્ડોનેશિયા ચીનને બાકાત કરતા એશિયામાં સૌથી મોટા ઉભરતા માર્કેટ અર્થતંત્ર છે. આ બે જી-૨૦ દેશો સૌથી વધુ રેટેડ કંપનીઓ ધરાવે છે. દેશનો આર્થિક વૃદ્ધિદર આગામી બે વર્ષ દરમિયાન ૬%ના દરે વધવાની શક્યતા છે. જેમાં દેશના ગ્રોથમાં સ્થાનિક માંગ મુખ્ય ચાલકબળ સાબિત થશે. દેશમાં સ્થાનિક વપરાશનો મોટો હિસ્સો રેટેડ કંપનીઓને બાહ્ય આંચકાથી સુરક્ષિત રાખશે. તે ઉપરાંત દેશભરમાં શહેરીકરણના વધતા વ્યાપ સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ પર સરકારના વધુ ખર્ચને કારણે પણ બિઝનેસ ગતિવિધિને વેગ મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution