ભૂજ, કોરોનાકાળમાં ધંધા-રોજગાર ઠપ થઈ જતાં પ્રજા બેહાલ બની રહી છે. લોકો આર્થિક રીતે તૂટી ગયા છે. એમાં પણ ગરીબ અને મધ્યમવર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે ભચાઉના વોન્ધ ગામ નજીક એક ખાંડ ભરેલા ડમ્પરચાલકે દારૂના નશામાં ઉશ્કેરાઈને ખાંડ ખુલ્લા મેદાનમાં ઠાલવી દેતાં લોકોએ એ લેવા માટે પડાપડી કરી હતી. ખાંડ ભરતા લોકોએ આ મોંઘવારીમાં દેવદૂત સમા ડ્રાઇવરને મનોનમ દુઆ પણ આપી હશે.
જાય છે. એમાં કોરોનાકાળમાં ધંધા-રોજગાર ઠપ થઈ જતાં પ્રજા બેહાલ બની રહી છે. આ પરિસ્થિતિમાં ભગવાન ભરોસો મોટો એવું કહેતા સંભળાય છે અને તેમણેે પણ ગરીબોની સાંભળી લીધી હોય તેમ ઉપરવાળા જબ ભી દેતા છપ્પર ફાડકે એમ ભચાઉના વોન્ધ ગામ નજીક આશિષ હોટલ પાસે એક માથાફરેલા ટ્રકચાલકે પોતાના કબજાના ડમ્પરમાં ભરેલી ખાંડનો જથ્થો હોટલ સામેના મેદાનમાં ઠાલવીને જતો રહ્યો હતો. આ કામગીરી વેળાએ પ્રથમ તબક્કે તો આસપાસના લોકો કઈ સમજી શક્યા નહોતા, પરંતુ જેવું ડમ્પર રવાના થયું કે તરત હાથ લાગ્યા સાધન વડે ખાંડ ભરવા તૂટી પડ્યા હતા અને જાણે મોંઘવારીમાં દેવદૂત સમા ડ્રાઇવરને તેઓ મનોનમ દુઆ પણ આપતા હશે. આશિષ હોટલના સંચાલકને પૂછતાં કોઈ અજાણ્યા ડમ્પરચાલક દ્વારા ખાંડનો જથ્થો ખાલી કરી જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું, જેનો આસપાસના ગરીબ લોકોએ ભરપૂર લહાવો લીધો હતો અને પોતાની જિંદગીમાં અચાનક મીઠાશની રેલમછેલ બદલ ઉપરવાળાનો આભાર માન્યો હતો.