વિવાદિત અધિકારીઓએ સીએફઓ બનવા અરજી કરી

અમદાવાદ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને બે ડેપ્યુટી ફાયર ઓફિસર એમ કુલ ચાર જગ્યાઓ માટે કુલ ૫૩ અરજીઓ આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં જ ફરજ બજાવતા અને વિવાદમાં આવેલા કેટલાક અધિકારીઓએ પણ ચીફ ફાયર ઓફિસરથી લઈને ઓફિસર બનાવા માટે અરજી કરી છે. ફાયર ર્દ્ગંઝ્રને લઈને લાંચ માગવા મામલે વિવાદમાં આવેલા પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોઢે ચીફ ફાયર ઓફિસર બનવા માટે અરજી કરી છે. મનિષ મોઢ વિરૂદ્ધ વિજિલન્સ તપાસ બાદ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ વિવાદાસ્પદ અધિકારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગના સૌથી ઉચ્ચ હોદ્દા એવા ચીફ ફાયર ઓફિસર માટે જાહેરાત બહાર પાડી છે. જેમાં અમદાવાદ અને વડોદરા એમ બંને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગના અધિકારી તરીકે નોકરી કરી ચૂકેલા મનિષ મોઢ સતત વિવાદમાં આવ્યા છે. અમદાવાદમાં ખાનગી સ્કૂલ પાસે ફાયર એનઓસી મામલે લાંચ લેતા હોવા અંગેનું ખાનગી સ્ટીંગ ઓપરેશન બહાર આવ્યું હતું. જે બાદ તેઓને સસ્પેન્ડ કરી વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસમાં મ્યુનિસિપલ કમિશનરે તેમને કસૂરવાર ઠેરવી નોકરીમાંથી કાઢી મુકવાનો ઓર્ડર કર્યો હતો. અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગમાં પણ ફરજ બજાવતા અધિકારીઓ વિવાદમાં અને વિજિલન્સ તપાસ ચાલી રહી છે. તેવા ત્રણ જેટલા અધિકારીઓએ પણ ચીફ ફાયર ઓફિસરથી લઈને વિવિધ હોદ્દા માટે અરજી કરી છે. જેમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા જેવોએ એક અધિકારીને છુટા કરવા માટે ઓર્ડર કર્યો હતો અને અમદાવાદ હદની બહાર એનઓસી આપી હોવાને લઈને વિવાદ સામે આવ્યો હતો. ડિવિઝનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઓમ જાડેજા અને ઇનાયત શેખ બંને અધિકારીઓ સામે બોગસ સ્પોન્સરશિપ લઈ ખોટા પુરાવાના આધારે નોકરી મેળવી હોવા અંગેની વિજિલન્સ તપાસ ચાલી રહી છે. જેમાં તેઓને નોકરીમાંથી કેમ કાઢી ન મુકવા તે અંગે ખુલાસો માંગવા ફાઈનલ શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ખુલાસો માંગવાની નોટિસ આપ્યા ને પણ ૧૫ દિવસ પૂર્ણ થઈ ગયા છે. હવે ત્યારે બસ કમિશનર દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવા અંગે ર્નિણય લેવાનો છે. ત્યારે આવા અધિકારીઓએ પણ ફાયર બ્રિગેડના ઉચ્ચ હોદ્દા મેળવવા અરજી કરતા કમિશનર દ્વારા ભરતી કરવામાં આવશે કે કેમ? છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જના હોદ્દા પર ચાલતા ફાયર બ્રિગેડના અધિકારીઓમાં હવે કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર, સહાયક સ્ટેશન ઓફિસર, સહાયક સબ ઓફિસર અને સહાયક ફાયરમેનની કુલ ૧૧૯ જેટલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. અરજીઓ કરનાર તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી ૩૦ ઓગસ્ટ પહેલાં ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution