ગાંધીનગર-
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યા પછી રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મોડી સાંજે અમદાવાદ પહોંચવાના છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે રવિવારે બીજેપી ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઇને અનેકવિધ અટકળો ચાલી રહી છે ત્યારે રવિવારે સવારે 11 વાગ્યે ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. સાથે જ આ બેઠકમાં બે નાયબ પ્રધાન બનાવવાની વિચારણા થઈ રહી છે.