મુંબઇ
કોરોનાકાળમાં સ્ટાર્સ લગ્ન કરી રહ્યા છે. હવે ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ ઝફરે તેના લગ્નની ખુશખબર શેર કરી છે. નવા વર્ષ નિમિત્તે તેણે આ સારા સમાચાર સાંભળાવી તેણે બધાને ચોંકાવી દીધા. નિર્દેશકને ચાહકો સહિત ફિલ્મ ઉદ્યોગ તરફથી અભિનંદન મળી રહ્યા છે. અલીએ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
અલી અબ્બાસે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે, જેમાં તે પત્નીનો હાથ પકડતો નજરે પડે છે. ફોટોમાં અલીના હાથામાં પત્નીનો હાથ પકડતો જોવા મળે છે. બંનેનો ચહેરો દેખાઈ રહ્યો નથી. અલીએ તસવીર સાથેની કેપ્શનમાં લખ્યું હતું- 'બિસ્મિલ્હ.' ઘણા સેલેબ્સે પણ તેને બોલિવૂડમાંથી શુભેચ્છા પાઠવી રહ્યા હતા.
આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક્ટ્રેસ કેટરિના કૈફે લખ્યું કે બંનેને ખૂબ ખૂબ અભિનંદન. એક્ટર રણવીરસિંહે લખ્યું- અભિનંદન હો ભાઈ અને એક્ટર અર્જુન કપૂરે હાર્ટની ઇમોજી બનાવતી વખતે લખ્યું- 'જે બાત.' તમને જાણાવી દઈએ કે અલી અબ્બાસ ઝફર ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડિરેકટર છે.