રીયો ડી જાનેરો-
બ્રાઝીલમાં કોરોના બેકાબૂ થઇ ગયો છે. અહીં દરરોજ એટલા કેસ સામે આવી રહ્યા છે કે ડોકટર્સ માટે તેને સંભાળવું મુશ્કેલ થઇ ગયું છે. તો હોસ્પિટલોમાં દવાઓની અછતે સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. સ્થિતિ એ છે કે કેટલીય હોસ્પિટલોમાં દર્દીઓને બેડ સાથે બાંધીને રાખવા પડી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એસોસીએટેડ પ્રેસના એક રિપોર્ટમાં કહ્યું છે કે ડોકટર્સે શામક ઔષધિ વગર જ દર્દીઓને ઇન્ટુબેશન પ્રક્રિયામાંથી પસાર કરવા પડે છે.
ઇન્ટુબેશન એક પ્રક્રિયા છે, જેમાં વેન્ટિલેટર દ્વારા દર્દીઓને ઓકિસજન આપવામાં આવે છે. જયારે દર્દી જાતે શ્વાસ લેવાની મુશ્કેલીનો અનુભવ કરે છે. મ્યુનિસિપલ હોસ્પિટલના એક ડોકટરે કહ્યું કે, દવાઓમાં મોટી અછત થઈ રહી છે. સ્ટોક વધારવા માટે અમે તેને ડાઈલ્યૂટ કરવું પડે છે. જાે કે, જયારે તે સમાપ્ત થઈ જાય છે તો અમારે ન્યૂરોમસ્કુલર બ્લોકર્સનો ઉપયોગ કરી અને દર્દીઓને તેમના બેડથી બાંધવા માટે મજબૂર થવું પડે છે. રિયો ડી જાનેરિયો અને સાઓ પાઉલો બંને જગ્યામાં તીવ્ર અછત છે. સાઓ પાઉલોના આરોગ્ય સચિવએ તો ત્યાં સુધી કહ્યું છે કે શહેરના ગંભીર કોરોના દર્દીઓને સંભાળવાની ક્ષમતાનો અંત આવી રહ્યો છે. દરમિયાન, આરોગ્ય મંત્રી માર્સેલો કિવરોગાએ કહ્યું હતું કે સરકાર ઇમરજન્સી દવાઓ મેળવવા માટે સ્પેન અને અન્ય દેશો સાથે વાતચીત કરી રહી છે. તેમણે સ્વીકાર્યું કે હોસ્પિટલોમાં પૂરતો ઓકિસજન નથી.
બ્રાઝીલમાં કોરોનાથી સ્થિતિ વધુ કથળી રહી છે. તે જ સમયે, બીજી બાજુ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ તેમના રૂખ પર અડગ છે. તે હજી પણ કોરોનાને ગંભીર બીમારી તરીકે માનવા તૈયાર નથી, તેમ છતાં તે પોતે કોરોના સંક્રમિત થયા છે. બોલ્સોનારો ના માત્ર સખત ઉપાયોનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ તે વેકસીનની મજાક પણ ઉડાવી રહ્યા છે. થોડા સમય પહેલા તેણે ફાઈઝરની વેકસીનની મજાક ઉડાવવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે જાે પુરૂષોને આ વેકસીન મળે તો મગર બની જશે અને મહિલાઓને દાઢી ઉગી જશે.