આઝાદી પછી દેશના આદીવાસીઓનો વિકાસ થવો જાેઈએ એવો થયો નથી

રાજપીપળા

ઈકો સેન્સેટિવ કાયદાની વિરૂદ્ધમાં આદીવાસીઓના હિત માટે સાંસદ પદેથી અને પક્ષમાંથી રાજીનામુ ધરી દેનાર ગુજરાતના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ દેશના કેન્દ્રીય નાણામંત્રીને દેશમાં આદિવાસીઓની સ્થિતિનું વર્ણન કરતો એક પત્ર લખ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જાેઈએ એવો થયો નથી, ભાજપના શાસન પછી જ વિકાસ દેખાઈ રહ્યો છે અને આદિવાસીઓના વિકાસ માટે ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે.પરંતુ દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ છે.સિંચાઈની સુવિધાના અભાવે સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે.દેશના આદિવાસી તથા પછાત વિસ્તારમાં શિક્ષણનું નીચું સ્તર સુધારવું જરૂરી છે, સાથે સાથે આદીવાસી અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં એડમિશન તો મળે છે પણ યોગ્ય રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જાેઈએ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે દેશના શહેરી વિસ્તારોમાં રહેતા આદીવાસીઓને આવાસ બનાવવા જમીન નથી એવા ગરીબ પરિવારના લોકોને રહેવા લાયક જમીનની વ્યવસ્થા કરવી જાેઈએ.દેશમાં ચાલી રહેલી મોટી મોટી પરિયોજનામાં જે પણ આદીવાસી ખેડૂતની જમીન સંપાદિત થાય છે અથવા જેમને વિસ્થાપિત કરાય છે એમને જમીન અને પ્રાથમિકતાના આધારે પરિયોજનામાં રોજગારી ઉપલબ્ધ કરાવવી જાેઈએ, ખનન માટે લેવાતી જમીનની સામે યોગ્ય વળતર મળવું જાેઈએ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેકટ છતાં એ વિસ્તારના આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન સાથે જાેડાયેલા પ્રશ્નો હાલમાં પણ અધૂરા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution