સામગ્રી :
૧ કપ રવો
,૨ ચમચી મિલ્ક પાઉડર ,૨ કપ સાકર ,૨ કપ પાણી ,૧/૨ ચમચી કેસર ,૧/૪ ચમચી ઈલાયચી ,ધી (તળવા માટે)
બનાવની રીત :
સૌપ્રથમ કડાઈમાં રવો લઈ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ ગરમ કરેલા દૂધ ને એમાં ઉમેરો તેને હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થવા દો પછી તેમાં ઘી ઉમેરી દો ત્યારબાદ મિશ્રણને ઠંડુ થવા દો
રવાના ગુલાબજાંબુ રેસીપી પગલું 1ફોટો ચાસણી માટે વાસણમાં સાકર અને પાણી મિક્સ કરીને એક તારની ચાસણી બનાવી લો ચાસણીમાં ઈલાયચી અને કેસર ઉમેરો
હવે મિશ્રણમાં મિલ્ક પાઉડર,૧ ચમચી ઘી નાખી મિશ્રણને મસળી લઇ સોફ્ટ બનાવી લો પછી થોડું મિશ્રણ લઇ નાના-નાના બોલ્સ વાળી લો કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે બોલ્સને તળી લો પછી તળેલા બોલ્સ ને ચાસણીમાં નાખી ચાસણી માં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી લો તૈયાર છે.....ગુલાબ જાંબુ