અમેરિકામાં છેલ્લા ૭૦ વર્ષથી કામગીરી કરતા અને બહુ જાણીતું નામ બની ગયેલા bob storeને બંધ કરવાનો ર્નિણય


મુંબઈ,તા.૩

અમેરિકામાં રિટેલ સેક્ટર ગંભીર સંકટમાંથી પસાર થાય છે જેના કારણે એક પછી એક સ્ટોર બંધ થઈ રહ્યા છે. છેલ્લા સાત દાયકાથી અમેરિકાના અમુક વિસ્તારોમાં ફૂટવેર, વર્કવેર, ટીમવેર વગેરે ગારમેન્ટનું વેચાણ કરતા બોબ્સ સ્ટોર્સ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ કંપનીને ટકી રહેવા માટે ફાઈનાન્સની જરૂર હતી પરંતુ મૂડીની વ્યવસ્થા થઈ શકી નથી.

અમેરિકાના રિટેલ સ્ટોર્સ માટે હમણા ધંધામાં માઠી બેઠી છે. પાંચ-દશ નહીં પણ સેંકડોની સંખ્યામાં રિટેલ સ્ટોર્સ ધડાધડ બંધ થયા છે અને તેમાં ઉમેરો થતો જ જાય છે. હવે અમેરિકામાં છેલ્લા ૭૦ વર્ષથી કામગીરી કરતા અને બહુ જાણીતું નામ બની ગયેલા મ્ર્હ્વ’જ જીર્ંિીજને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે અને ગણતરીના દિવસોમાં તમામ લોકેશન પરથી બોબ્સ સ્ટોર્સ બંધ થઈ જશે. રિટેલ ઈન્ડસ્ટ્રીની જે હાલત છે તેમાં વધુ એક ભોગ લેવાયો છે. તાજેતરમાં જ અમેરિકામાં સૌથી મોટી ફાર્મસી ચેઈન વોલગ્રીન્સે પણ હજારો સ્ટોર્સ બંધ કરવાનો ર્નિણય લીધો છે. બીજા કેટલાય રિટેલરોની આવી હાલત છે.

બોબ્સ સ્ટોર્સ એ નોર્થઈસ્ટ અમેરિકામાં બહુ જાણીતું નામ છે અને ૭૦ વર્ષથી તેના સ્ટોર ચાલતા હતા. આ બધા ગારમેન્ટ સ્ટોર્સ હતા અને લોકો અહીં આખા પરિવાર સાથે કપડા ખરીદવા આવતા હતા. હવે આખી અમેરિકામાં મ્ર્હ્વ’જ જીર્ંિીજ બંધ થઈ જશે. અત્યારે ત્યાં સેલના પાટિયા લાગી ગયા છે. જે માલ છે તે સસ્તામાં કાઢવાનો છે અને પછી સ્ટોર્સ બંધ થઈ જવાના છે. બોબ્સ સ્ટોર્સના પ્રેસિડન્ટ ડેવ બાર્ટને જાહેરાત કરી કે તેમનો બિઝનેસ ચલાવવા માટે જંગી ફાઈનાન્સની જરૂર હતી અને તેમને ફાઈનાન્સ મળી શક્યું નથી. તેથી તેમણે સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્‌સ, ન્યૂ હેમ્પશાયર, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક અને રોડ આઈલેન્ડમાં ૨૧ લોકેશન પર તેના સ્ટોર્સ છે અને બધાનો માલ સસ્તામાં પાણીના ભાવે કાઢી નાખવાનો છે. બોબ્સ સ્ટોર્સમાં જંગી સેલ શરૂ થઈ ગયો છે જેમાં ૩૦થી ૭૦ ટકા ડિસ્કાઉન્ટ ભાવે બધો માલ વેચવા કાઢ્યો છે કારણ કે ૧૪ જુલાઈએ તેને તાળા લાગી જવાના છે.

છેલ્લા સાત દાયકાથી આ સ્ટોર્સ અમેરિકામાં ઓપરેશનલ હતા પરંતુ હવે તેમના માટે ટકી રહેવું મુશ્કેલ બની ગયું હતું. તેના કારણે બધા સ્ટોર લિક્વિડેટ કરવામાં આવશે એટલે કે કાઢી નાખવામાં આવશે. ઘણા લોકો માટે આ એક ઈમોશનલ પળ છે કારણ કે લાખો લોકો પેઢીઓથી બોબ્સ સ્ટોરની મુલાકાત લઈને ખરીદી કરતા હતા.

બોબ્સ સ્ટોર ન્યૂયોર્કમાં ટ્રાઈ સ્ટેટ એરિયામાં જ ૧૩ લોકેશન પર હાજરી ધરાવે છે. અહીં લોકો બધું જ ખરીદવા આવતા હતા. ફૂટવેર, વર્કવેર, ટીમવેર, એવરીડે ક્લોથિંગ બધું જ મળતું હતું અને પરિવારો ખાસ કરીને અહીં શોપિંગ માટે આવતા હતા. ન્યૂયોર્કમાં એક સ્ટોર તો હજુ ગયા ડિસેમ્બરમાં જ ખોલવામાં આવ્યો હતો.

કંપનીએ બહુ દુખ સાથે કહ્યું કે અમે અમારા વેન્ડરો, સપ્લાયર્સ, કસ્ટમર્સ અને કર્મચારીઓના આભારી છીએ જેમણે આટલા બધા વર્ષો સુધી અમને સાથ આપ્યો. ૨૦મી જૂને જ બોબ્સ સ્ટોર્સના પ્રેસિડન્ટે ચેપ્ટર ૧૧ બેન્કરપ્સી પ્રોટેક્શન માટે ફાઈલિગ કરી દીધું હતું જેમાં તેની સિસ્ટર કંપની ઈસ્ટર્ન માઉન્ટન સ્પોર્ટસ પણ સામેલ છે જે બંધ થવાની છે. આ કંપનીમાં પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ મળીને લગભગ ૮૦૦ કર્મચારી કામ કરતા હતા.

મે મહિનામાં તેમની પેરન્ટ કંપની ગો ડિજિટલ મીડિયાએ ૧૫૦ લોકોને જાેબમાંથી કાઢી મૂક્યા અને માત્ર મોટા સ્ટોર જ ચાલુ રાખવા એવો ર્નિણય લીધો હતો. આ ગ્રૂપમાં મોટા પાયે રિસ્ટ્રક્ચરિંગ થયું પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી થયો. બોબ્સ સ્ટોર્સ અને ઈસ્ટર્ન માઉન્ટન સ્પોર્ટ્‌સે સાથે મળીને ગયા કેલેન્ડર વર્ષમાં ૧૩૧.૮૫ મિલિયન ડોલરની કમાણી કરી હતી. પરંતુ તેમણે પીએનસી બેન્કને ૩૦ મિલિયન ડોલરથી વધારે રકમ ચૂકવવાની છે. આ ઉપરાંત ૨૭ મિલિયન ડોલરનું ભાડું ચૂકવવાનું બાકી છે અને બીજું ઘણું દેવું ચઢી ગયું છે.

અમેરિકામાં ૧૯૫૪માં મિડલટાઉન, કોન ખાતે બોબ્સ સ્ટોર્સ શરૂ થયા હતા અને તેને શરૂઆતમાં જ ઘણી સફળતા મળી હતી. ત્યાર પછી તેમણે ૩૫થી વધારે સ્ટોર ઉમેર્યા હતા. ત્યાર બાદ તેમાં એક પછી એક બેન્કરપ્સી થવા લાગી હતી. અમેરિકામાં હાલમાં સ્થિતિ એવી છે કે રિટેલ ચેઈનો ધડાધડ બંધ થઈ રહી છે. ચાલુ વર્ષમાં કુલ ૩૨૦૦ જેટલા સ્ટોર બંધ થઈ ગયા છે. ૨૦૨૩માં આખા વર્ષમાં જેટલા સ્ટોર બંધ થયા તેના કરતા આ વર્ષમાં ૨૪ ટકા વધુ સ્ટોર બંધ થયા છે તેવું ન્યૂયોર્ક પોસ્ટનો રિપોર્ટ કહે છે. મે મહિનામાં સ્ટોપ એન્ડ સ્ટોપ સુપરમાર્કેટે તેના ઘણા સ્ટોર બંધ કરી દીધા હતા. તેનું કારણ એ હતું કે આ સ્ટોર્સ અંડરપરફોર્મ કરતા હતા અને ઈન્વેસ્ટમેન્ટની સામે તેમાં કોઈ કમાણી દેખાતી ન હતી. આ ઉપરાંત સી ફૂડની રેસ્ટોરન્ટ રેડ લોબસ્ટરે પણ ઓછામાં ઓછા ૫૦ લોકેશન પર સ્ટોર બંધ કરીને દેવાળું ફૂક્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution