વડોદરા, તા.૧
શિવજી કી સવારી યાત્રામાં નગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોરોનાની મહામારીને ભૂલી તથા કોરોનાની ગાઈડ લાઈનના ભંગ સાથે જેડોયા હતા. શિવજી કી સવારી વાજતે ગાજતે તથા હર... હર... મહાદેવના નારા સાથે સુરસાગર સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તરફ આગળ વધી રહી હતી એ દરમિયાન આ યાત્રામાં જાેડાયેલ ડભોઈ રોડ પર આવેલ મહાનગરમાં પુરાણી નિશિતકુમાર રાજેન્દ્ર પ્રસાદ પબ્લીકમાં બેભાન બન્યા હતા. તેને સારવાર માટે ફરજ પર સુરક્ષા બંદોબસ્તમાં હાજર પોલીસ વાનમાં લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબો પુરાણી નિશતકુમારને મૃત જાહેર કર્યો હતો. જાે કે આ મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવતા તેની ઓળખ થતાં તેના પરિવારને બનાવની જાણ કરી હતી.