વડોદરા, તા. ૯
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી.
થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું.
પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે.
આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી.
બોક્સ..
હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ
ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.
બોક્સ..
૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ
યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી.
બોક્સ..
ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ?
યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે.
બોક્સ..
અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી
જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
Loading ...