ગાંધીનગર-
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન કરાયું છે કે, રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મ્યુનિસિપલ કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં લેવાની છૂટ અપાઈ છે. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ આજે લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
દરમિયાનમાં મુખ્યમંત્રી સાથે મળેલી કમિટીની બેઠક બાદ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો હતો. કરફ્યુનો આ સમય રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે. અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રાત્રિ કર્ફયૂ યથાવત રહેશે એમ જણાવાયું હતું. આમ હવે બુધવાર તારીખ 17મીથી રાજ્યમાં નાઈટ કરફ્યુ રાત્રીના 10 કલાકથી સવારના 6 સુધી અમલી બનશે.