રાજકોટ-
રાજકોટ શહેરના શહેરનાં કોઠારીયા રોડ સુખરામનગરમા જુગારધામ પર દરોડો પાડતા વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ મારૂ સહિત ચાર શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડયા છે. પોલીસે જુગારના પટમાંથી રૂા.૯૩ હજારની રોકડ પણ કબ્જે કરી હતી દરોડા બાદ રાજકીય આલમમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ રાવતભાઈ મારૂના નાનાભાઈ અશ્ર્વિન મારૂના કોઠારિયા રોડ પર સુખરામનગર શેરી નં. ૫નાં મકાનમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડતા કોંગ્રેસ કોર્પોરેટર નિલેશ મારૂ સહિત તેનો નાનોભાઈ અશ્ર્વીન મારૂ, ધીરૂ ગીગાભાઈ મારૂ અને ઉપેન્દ્ર રાવતભાઈ મારૂ એમ કોંગી કોર્પોરેટરના ભાઈઓ સહિત ચાર પતા ટીચતા ઝડપાયા હતા.
ક્રાઈમ બ્રાંચે નિલેશ મારૂ સહિત ચારેયને ઝડપી પાડી જુગારના પટમાંથી રૂા.૯૩,૨૦૦ની રોકડ મળતા મોટાપાયે જુગાર રમતા હોવાની શકયતા દર્શાવી છે. પોલીસ ત્રાટકતા આરોપીઓએ મુદામાલ ઠેકાણે કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. દરોડામાં ત્રણ સગાભાઈ અને એક સંબંધી હોવાનું જાણવા મળ્યું છે.