જેરૂસલેમ-
કોરોના વાયરસના વધતા જતા કેસોને રોકવા ઇઝરાયેલે કોરોના વાયરસ વેક્સિનનો ત્રીજાે ડોઝ એટલે કે, બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. રસીનો ત્રીજાે ડોઝ માત્ર ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્ઝોગે ત્રીજાે ડોઝ લઈને આ અભિયાનની શરૂઆત કરી છે. ૬૦ વર્ષિય હજાર્ેગે તેલ અવીવ નજીકના રમત ગનના શેબા મેડિકલ સેન્ટરમાં ફાઇઝર બાયોએનટેકની કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ લીધો હતો. આ પ્રસંગે ઇઝરાયલી રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમને બૂસ્ટર વેક્સિનેશન પહેલ શરૂ કરવા બદલ ગર્વ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ પડકારજનક રોગચાળા દરમિયાન જીવનની સામાન્ય સ્થિતિને શક્ય તેટલી સક્ષમ બનાવવા માટે ત્રીજાે ડોઝ ખૂબ મહત્વનો છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે તેમની પત્ની મીકલને પણ રસીનો ત્રીજાે ડોઝ આપવામાં આવ્યો હતો.
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન નફ્તાલી બેનેટ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વાયરસ રસીનો ત્રીજાે ડોઝ લેવાની વિનંતી કરી. ઇઝરાયેલના પીએમે એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ જાહેર રસીકરણ કાર્યક્રમમાંથી મળેલી તમામ માહિતી શેર કરશે. બેનેટે જણાવ્યું હતું કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીનો ત્રીજાે ડોઝ શરૂ કરનાર ઇઝરાઇલ પ્રથમ દેશ છે. કોવિડ રોગચાળા સામેની લડાઈ વૈશ્વિક લડાઈ છે. કોવિડને હરાવવાનો એકમાત્ર રસ્તો એકતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાઇલના લોકોને આપવામાં આવેલ બૂસ્ટર શોટ અન્ય દેશો માટે પણ અભ્યાસ તરીકે કામ કરશે. અમેરિકા સહિતના બાકીના દેશો પણ આમાંથી મેળવેલા અનુભવોથી શીખી શકશે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં ફાઈઝરની રસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાે ત્રીજાે ડોઝ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને વાયરસના ચેપથી બચાવે છે, તો અન્ય દેશો પણ આ પહેલ શરૂ કરી શકે છે.