સુપર સ્પ્રેડરને શોધવા માટે આરટીપીસીઆર ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો

અમદાવાદ ગુજરાતમાં શનિવારના રોજ કોરોનાના ૧૫૬૫ કેસ નોંધાયા છે.બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન ના ૪૦૧ જેટલા કેસ નોંધાયા છે. ધીરે ધીરે કોરોના વકરતો જઇ રહ્યો છે ત્યારે કોર્પોરેશન ઘ્વારા સુપર સ્પ્રેડર ને શોધવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ ૧૫ જગ્યા પર હાલ સુપર સ્પ્રેડરના ટેસ્ટિંગ કરવામાં આવી રહયા છે .અમદાવાદ મહાનગરપાલિકાની જવાબદારી રાજીવ ગુપ્તાને આપવામાં આવી છે. ત્યારે રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં ર્નિણય લેવામાં આવ્યો છે કે ફૂડ ડિલિવરી બોય અને ધંધાકીય એકમો જેવા કે ડિલિવરી બોયના િંॅષ્ઠિ ટેસ્ટ કરવામાં આવે કોર્પોરેશન ઘ્વારા જે પણ પ્રાઇવેટ લેબોરેટરીને આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે પરમિશન આપવામાં આવી છે. તેઓ રૂપિયા ૫૦૦ માં ડિલિવરી બોય જે શાકભાજી, ફૂડ ડિલિવરી કરતા લોકો છે તેમને આપવામાં આવશે. જેથી કોરોનાનું વધતું સંક્રમણ અટકાવી શકાય. અલગ અલગ ૧૮ જેટલી લેબોરેટરી ને આ ટેસ્ટ માટે માનત્યા આપવામાં આવી છે.જાેકે હાલમાં કોરોનાની પરિસ્થતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન ઘ્વારા તમામ તૈયારીઓ કરી દેવમાં આવી છે અને સઘન ટેસ્ટિંગ પન કરવા આવી રાહયી છે સાથે સાથે રસીકરણ અભિયાન પણ ચાલવામાં આવી રહ્યું છે આવતીકાલે રવિવારે પણ અર્બન હેલ્થ સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવશે

કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના સંક્રમણથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે રસીકરણની કામગીરી હવે રવિવારની રજાના દિવસે પણ ચાલુ રહેશે. તો તમામ ધારાસભ્યો સહિતના  નાગરિકોને પણ તેનો લાભ લેવા તેમણે અપીલ પણ કરી હતી.નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ હતું કે, હાલમાં રાજયભરમાં ૨૫૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો ઉપરથી રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ દોઢ લાખથી બે લાખ નાગરિકોને રસીથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી રવિવારના દિવસે રસીકરણની કામગીરી માટે રજા હતી. પરંતુ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આ મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. રાજયના નિયત કરાયેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલો ખાતે કોરોનાની રસીકરણની કામગીરી કરવામાં આવે છે, ત્યાં હવે આવતીકાલે રવિવારે પણ રાબેતા મુજબ રસીકરણની કામગીરી થશે, જેનો નાગરિકોને લાભ લેવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું હતું કે, સુરત બાબતે લોકોમાં અફવા ફેલાવાઈ રહી છે. પરપ્રાંતીય મજુરોને ભરમાવાય છે. સુરત સુરક્ષીત છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution