કોરોના વાયરસ વુહાનની લેમાંથી જ લીક થયો હતોઃ આ દેશના રિપોર્ટમાં થયો દાવો

વોશિંગ્ટન,તા.૮

યૂએસએ કોરોના વાયરસની ઉત્પતિ પર રિસર્ચ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન મે ૨૦૨૦માં કેલોફોર્નિયામાં લોરન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં કર્યું હતું. જ્યાં અમેરિકાની સરકારની રાષ્ટ્રીય પ્રયોગશાળાએ કોવિડ-૧૯ની ઉત્પતિ પર એક રિપોર્ટ તૈયાર કર્યો અને નિષ્કર્ષ પર આવ્યા કે વુહાનમાં એક ચીની પ્રયોગશાળામાંથી જ કોરોના વાયરસ લીક થયો છે.

સાથે જ તેની આગળની તપાસ યોગ્ય ગણાવી છે. જાણકારી અનુસાર લોરેન્સ લિવરમોર લેબનું રિસર્ચ કોવિડ ૧૯ વાયરસના જીનોમિક વિશ્લેષણ પર આધારિત છે. જ્યારે રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું છે કે તેમણે વિતેલા મહિને પોતાના સહયોગીએને વાયરસની ઉત્પતિનો જવાબ શોધવા માટે આદેશ આપ્યો હતો, ત્યાર બાદ અમેરિકાની ગુપ્તચર એજન્સી બે સંભવિત પરિદ્રશ્યો પર વિચાર કરી રહી છે કે વાયરસ એક લેબથી લીક થયો છે કે પછી એક સંક્રમિત જાનવરની સાથે માનવ સંપર્કથી ફેલાયો છે.

અમેરિકન સરકારના સૂત્રોએ કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દરમિયાન ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ત્રણ રિસર્ચર નવેમ્બર ૨૦૧૯માં એટલા બીમાર પડ્યા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની માગ કરી હતી. આ સંશોધકોને કઈ બીમારી થઈ હતી તેની જાણ થઈ શકી ન હતી પરંતુ કહેવાય છે કે લેબમાં વાયરસ સાથે જાેડાયેલ કામ ચાલી રહ્યું હતું. જાણકારી અનુસાર અમેરિકાના અધિકારીઓએ ચીન પર વાયરસની ઉત્પતિ પર પારદર્શિતા ન હોવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ બીજિંગ આ આરોપોને ફગાવી દીધા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution