કોરોના વાયરસે દુનિયામાં દર 18 સેકન્ડે એક વ્યકિતનો ભોગ લીધો

દિલ્હી,

દર કલાકે ૧૯૬ લોકો મોતના મુખમાં ધકેલાયા,દર મહિને સરેરાશ ૭૮૦૦૦ના મોત થયા,અમેરિકા, બ્રાઝીલ, ભારતમા ચિંતાજનક સ્થિતિ

કોરોના વાયરસ વિશ્વભરમાં કાળોકેર મચાવી રહ્યો છે. ૧૮૦ દેશોમાં તે ફેલાયો છે અને મોતનો આંકડો ૫ લાખથી ઉપર પહોંચી ગયો છે. કોરોના વાયરસે દર ૧૮ સેકન્ડે ૧ વ્યકિત ભોગ લીધો છે જ્યારે દર કલાકે ૧૯૬ લોકો મોતને ભેટયા છે. સરેરાશ ૪૭૦૦ લોકો દર ૨૪ કલાકમાં મૃત્યુ પામ્યા છે.

સૌથી વધુ મોત અમેરિકા અને યુરોપમાં થયા છે. મળતા અહેવાલો મુજબ કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૫૦૦૩૯૦ લોકોના મોત થયા છે અને ૧૦૦૯૯૫૭૬ કુલ કેસ થયા છે. અમેરિકામાં કોરોનાથી ૧૨૫૭૪૭, બ્રાઝીલમાં ૫૭૬૨૨ અને બ્રિટનમાં ૪૩૫૫૦ લોકોના મોત થયા છે.

કોરોનાથી સૌ પ્રથમ મૃત્યુ ૯ જાન્યુઆરીના રોજ ચીનના વુહાનમાં નોંધાયુ હતુ તે પછી ૫ મહિના અંદર કાળોકેર મચાવી દીધો અને ૫ લાખ લોકોને ભરખી ગયો છે. જેટલો ભોગ દર વર્ષે મેલેરીયા લ્યે છે તેના કરતા વધુ મોત કોરોનાથી થયા છે. દર મહિને સરેરાશ ૭૮૦૦૦ લોકો મોતના મુખમાં ધકેલાયા છે. જ્યારે એઈડસથી ૬૪૦૦૦ અને મેલેરીયાથી ૩૬૦૦૦ જેટલા મોત વિશ્વમાં ૨૦૧૮માં નોંધાયા હતા તેવુ ડબલ્યુએચઓનુ કહેવુ છે. ભારતમાં કોરોના વાયરસથી ૫ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧૬૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution