દિલ્હી-
વિશ્વના જાણીતા આરોગ્ય નિષ્ણાંતે કોરોના પર ચેતવણી આપી છે કે વિશ્વ હજી કોરોના રોગચાળાના પ્રારંભિક તબક્કામાં છે. નિષ્ણાંત કહે છે કે કોરોનાની બીજી વેવ આવશે ત્યારે પરિસ્થિતિ જોખમી બની શકે છે. આરોગ્ય નિષ્ણાંત ડેવિડ નબારોએ યુકે સંસદની હાઉસ ઓફ કોમન્સ વિદેશી બાબતોની સમિતિને આ માહિતી આપી હતી.
ડેવિડ નબારો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો વિશેષ પ્રતિનિધિ અને પ્રતિષ્ઠિત યુકે ઇમ્પિરિયલ કોલેજ લંડન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ ઇનોવેશનનો સહ-ડિરેક્ટર પણ છે. ડેવિડે ખાસ કરીને યુરોપ વિશે કહ્યું છે કે કોરોનાની બીજી વેવ આવે ત્યારે પરિસ્થિતિ અહીં વણસી શકે છે.
ડેવિડે યુકેના ધારાસભ્યોને જણાવ્યું હતું કે કોરોના વાયરસ બેકાબૂ બન્યો હોવાથી હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા ફક્ત મંદી જ નહીં પરંતુ તેના સંકુચિત થવાના સંકટમાં છે. તેમણે કહ્યું કે તે કોઈ પણ સાયન્સ ફિક્શન મૂવી કરતા ખરાબ છે.
WHOના વિશેષ પ્રતિનિધિ ડેવિડ નબારોએ પણ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સચિવ માઇક પોમ્પિયોના દાવાને ફગાવી દીધો કે ડબ્લ્યુએચઓનાં વડા ચીન દ્વારા 'ખરીદવામાં' આવ્યા છે, તેથી આ સંગઠન કોરોના રોગચાળા અંગે યોગ્ય પગલાં લઈ શકે નહીં.
ડેવિડે કહ્યું છે કે વાયરસથી અર્થવ્યવસ્થાને એટલું નુકસાન થયું છે કે ગરીબોની સંખ્યા બમણી થઈ શકે છે. તેમણે કહ્યું કે આપણે હજી રોગચાળાની મધ્યમાં પહોંચ્યા નથી, પરંતુ આ માત્ર શરૂઆત છે.