વડોદરા
શહેર કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ખજાનચી પાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા નિર્મલ ઠક્કરને લૂંટી લેવાયો હોવાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ૩૭૭ની કલમ પણ દાખલ કરવામાં આવી છે. જેમાં ગે લોકોની ખાસ એપ્લિકેશન બ્લ્યુડ આધારે સંપર્કમાં આવ્યા બાદ યુવકો સાથે ખેતરમાં અંદરના ભાગે સૂમસામ જગ્યાએ ગયા બાદ કોંગી નેતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી કઢંગી હાલતમાં ફોટા પાડી ત્રણ યુવકોએ લૂંટ ચલાવી હોવાની ફરિયાદના કલાકોમાં જ જિલ્લા એસઓજીએ ત્રણ પૈકી બે યુવાનોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે શહેરના કારેલીબાગ વિસ્તારની ૬૬, દીપિકા સોસાયટીમાં ર્નિમલ વિનોદચંદ્ર ઠક્કર રહે છે. તેઓ જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. શુક્રવારે બપોરે તેઓથી બ્લુ નામની પોતાના મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઇ ગઇ હતી. આ એપ્લિકેશનના માધ્યમથી વડોદરા પાસે અણખોલ ગામ નજીક રોડ ટચ જમીન વેચવા અંગેનો મેસેજ આવ્યો હતો. જેથી વાતચીત બાદ તેઓ નર્મદાપુરા ગામના બોર્ડ પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિએ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે જમીન થોડીક અંદર છે. કાર જશે નહીં, ઉબડખાબડ રસ્તો છે. જેથી ર્નિમલભાઇ તેમના સ્કૂટર પાછળ બેસી રવાના થયા હતા, અને અજાણ્યા યુવકે ધીરજ હોસ્પિટલથી થોડે દૂર રોડ ટચ ખેતર બતાવ્યું હતું.
થોડીવારમાં અન્ય બીજી બે વ્યક્તિ આવી પહોંચી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, અમારા ખેતરમાંથી રૂા. ૮૦ હજારની કિંમતની બે ગાયો ચોરી થઈ છે. તમે ચોર છો, ચોરી કરવા આવ્યા છો તેમ કહી ફેંટ પકડી ખેતરમાં અંદર ખેંચી ગયા હતા અને ર્નિમલભાઇએ પહેરેલી રૂા. ૩૦ હજારની કિંમતની સોનાની ચેન, મોબાઇલ ફોન તથા રોકડા રૂા. ૮૦૦૦ની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ વધુ એક લાખની માગ કરી હતી. વધુ પૈસા ન હોવાનું જણાવતાં લૂંટારુએ તેમના કપડાં કાઢી મારમારી કઢંગી ફોટા પાડી ખેતરમાં ઢસડી ગયા હતા અને વધુ નાણાંની માગણી કરી હતી.
ર્નિમલભાઇએ પત્ની પાસે વધુ રૂા.૧૨ હજાર રોકડા મંગાવી લૂંટારુઓને આપ્યા હતા. આમ છતાં લૂંટારુઓની માગ ન સંતોષાતાં વધુ રૂા. ૫૦ હજારની માગણી કરી હતી. જેથી ર્નિમલભાઇ બે દિવસ પછી આપવાનું જણાવતાં તેમનો છૂટકારો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર કોંગ્રેસ અગ્રણી ર્નિમલભાઇ ઠક્કર સાથે બનેલા બનાવે શહેરના રાજકીય મોરચે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે લૂટારુ ટોળકીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ પૈકી અજય રાજુભાઈ ઠાકોર (ઉં.વ.રર, આજવા રોડ), રાકેશ રામદેવભાઈ કનોજિયા (રહે. પાણીગેટ)ને ઝડપી પાડયા હતા, જ્યારે અક્ષયને ફરાર જાહેર કર્યો છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવશે
વડોદરા. આ બનાવની ગંભીરતા જાેતાં મામલાની તપાસ જિલ્લા એસઓજીને સોંપવામાં આવી છે અને ગણતરીના સમયમાં જ ત્રણ પૈકીના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. ઝડપાયેલા યુવકોએ અગાઉ પણ આવા શોખીનોને બોલાવી લૂંટી લીધા છે કે કેમ એની પૂછપરછ કરાશે. એ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવવાની શક્યતાઓ છે. કારણ કે, પોલીસ ફરિયાદથી ઓળખ છતી થઈ જાય અને ગે એક્ટિવિટીમાં સંડોવાયેલી હોવાની જાણકારી થઈ જાય તો ખાસ્સી એવી બદનામી થવાના ડરે ભોગ બનેલાઓ ફરિયાદ કરતાં ખચકાતાન હોય છે.
બ્લ્યુઈડ એપ ગે કોમ્યુનિટીના ફન માટેની છે
વડોદરા. સમલૈગિંક પુરુષોના શોખીન લોકો માટે બનાવાયેલી એડ્રોઈડ એપ્લિકેશન બ્લ્યુઈડ લૂંટનો ભોગ બનેલા નિર્મલ ઠક્કરે કેમ ડાઉનલોડ કરી એવો સવાલ ઊભો થયો છે. મહત્વની વાત તો એ છે કે લીવ યોર ગે લાઈફની ટેગલાઈનથી ચાલતી આ એપમાં દુનિયાભરના પ૮ મિલિયન ગે મેન સભ્યોના સંપર્કો છે અને સ્થાનિક લેવલે ગે પુરુષો સાથે સંપર્ક અને ચેટ ઉપરાંત વીડિયો ઓડિયો અને લાઈવ સ્ટ્રિમિંગ પણ થઈ શકે છે. ત્યારે લૂંટનો ભોગ બનેલા નિર્મલ ઠક્કરે ભૂલથી એપ ડાઉનલોડ કરી હોવાની વાત ગળે ઉતરતી નથી. એ ઉપરાંત આ એપ ઉપર જમીનોના સોદા નહીં પરંતુ બાયસેકસુઅલ, ટ્રાન્સજેન્ડરને શોધી ફન માટે હોય છે ત્યારે ફોન કરી જમીન જાેવા ગયા હોવાની વાત પણ શંકા ઊભી થઈ છે.