મુંબઇ-
મહારાષ્ટ્રમાં ભાજપના વિરોધના નામ પર બનેલી મહાવિકાસ અઘાડીની અંદર હવે મતભેદનો અવાજ ઉઠવા લાગ્યો છે. શિવસેનાની તરફથી મહારાષ્ટ્રના શહેર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગણી કરવા પર કોંગ્રેસે આપત્તિ વ્યકત કરી છે. કોંગ્રેસએ શિવસેનાને કહી દીધું કે તેઓ કોમન મિનિમમ પ્રોગ્રામન આધાર પર જ સરકારના તમામ ર્નિણય લે અને જે પણ ર્નિણય થાય તે તમામ પક્ષોની સહમતિથી થાય.
વાત એમ છે કે શિવસેના લાંબા સમયથી ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગણી કરતું આવ્યું છે. આ માંગણી એ સમયે પણ કરાઇ હતી જ્યારે શિવસેના ભાજપની સાથે ગઠબંધન સરકારનો હિસ્સો હતી. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારના પ્રશાસને ઉદ્ધવ સરકારને આ સંબંધમાં એક ઔપચારિક પ્રસ્તાવ મોકલ્યા છે. ઉદ્ધવના નેતૃત્વવાળી આ સરકારમાં કોંગ્રેસ સહયોગી દળના રૂપમાં સામેલ છે. કોંગ્રેસે આ પ્રસ્તાવ પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે માત્ર નામ બદલી દેવાથી ઔરંગાબાદનો કોઇ વિકાસ થવાનો નથી.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા બાલા સાહેબ થોરાટે ઔરંગાબાદની પોતાની મુલાકાત પર મીડિયા સાથે વાત કરતાં કહ્યું મહાઅઘાડી સરકારનું ગઠબંધન એક કોમન મિનિમમ પ્રોગ્રામના આધાર પર થયું છે. આપણા બધા ર્નિણયો આ પ્રોગ્રામના આધાર પર થવા જાેઇએ. ઔરંગાબાદનું નામ બદલવાનો હાલ કોઇપણ પ્રસ્તાવ અઘાડીના પક્ષની વચ્ચે નથી અને જાે આવો કોઇ પ્રસ્તાવ આવે છે તો આપણે તેનો વિરોધ પણ કરીશું. મહારાષ્ટ્રમાં સરકારનો કોઇ ર્નિણય મહાઅઘાડીના કોમન મિનિમમ પ્રોગ્રામથી હટીને થશે નહીં.