પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં દત્તક લેવાયેલા ઉકરડી ગામની હાલત દયાજનક

મોડાસા, હાલ સરકાર દ્વારા વિવિધ યોજના થકી વિકાસને વેગ બનતું વધારવા માટે અવનવી યોજનાઓ અમલ માં મૂકી ને ગામડાઓ તેમજ શહેરોમાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવતી હોય છે પરંતુ હજુ પણ કેટલાકા એવા ગામડાઓ છે જયાં યોજના થકી અને આદર્શ ગામ તરીકે દત્તક લીધા પછી પણ ગામમાં પાકા રસ્તાઓ બન્યા નથી. અરવલ્લી જિલ્લામાં ૨૦૧૭ ના વર્ષમાં જિલ્લાના બે ગામડાઓ ને આદર્શ ગામ તરીકે દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા મેઘરજ તાલુકાનું ઉકરડી ગામ તેમજ ભિલોડા તાલુકાનું મોટીમોર ગામ આ બે ગામો ને આદર્શ ગામ યોજના થકી દત્તક લેવામાં આવ્યા હતા જેના આજે મેઘરજ તાલુકાના ઉકરડી ગામ જ્યાં ૧૨૦ જેટલા ઘર આવેલા છે અને ૫૦૦ જેટલી ગામની વસ્તી છે જેમાં માત્ર ગામમાં પ્રવેશદ્વારનો રસ્તો ૩૦૦ મિટર એક વર્ષ પહેલા બન્યો હતો અને એ પણ હલકી ગુણવતા નો બનાવેલ હતો. અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત થતા તે રસ્તાને તોડી ફરીથી નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગામમાં ચાર ફળી આવેલી છે અને આ ચારે ફળી તેમજ ગામની સ્કૂલ તરફ જવાનો પાકો રસ્તો જ નથી ગામમાં પાણી ના સ્ત્રોત માટે માત્ર એકજ બોર છે અને નવી વસાહતમાં માત્ર ૨ હજાર લીટરની પાણીની ટાંકી છે અને જૂની વસાહત માં કોઈજ પાણીનો સ્ત્રોત નથી તેમ આ સમગ્ર માહિતી ગામમાં નાગરિકે જણાવી હતી.આદર્શ ગામ યોજના તરીકે દત્તક લીધેલ ગામના આજે ૭ વર્ષ થવા આવ્યા નેતાઓ પણ બદલાયા અને અધિકારીઓ પણ બદલાયા છતાં આદર્શ ગ્રામ યોજના થકી દત્તક લીધેલ ગામની હાલત જાેતા લાગે છે કે અધિકારીઓ કે નેતાઓ ગામની મુલાકાત લેવાનુ ભૂલી ગયા લાગે છે કે શું? મેઘરજ તાલુકાનું ઉકરડી ગામ ૨૦૧૭ માં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત દત્તક લેવામાં આવ્યું હતું. છતાં ગામમાં હજુ પાકા રોડની સુવિધા નથી. ચોમાસામાં આખું ગામ કાદવ કીચડ વાળું,બાળકો ને સ્કૂલ માં જવામાં અને ડેરીમાં દૂધ આપવા માટે જવા લોકો ને તકલીફ પડે છે. અરવલ્લી જિલ્લાના બે ગામ દત્તક લેવાયા હતા ભિલોડા તાલુકા નું મોટી બેબાર અને મેઘરજ તાલુકા નું ઉકરડી પણ હજુ આટલા વર્ષો વીતવા છતાં ઉકરડી ગામમાં રોડ નથી ગટર લાઇન નથી પંચાયત દ્વારા જે જરૂરિયાત છે તે સુવિધા ઠરાવમાં નથી મૂકતા .જેની જરૂર નથી તે ઠરાવમાં મૂકે છે..બે વરસ થી ગટર લાઈન મંજૂર થયેલી છે પણ રોડ વગર ક્યાં ગટર લાઇન થાય..,? ગામમાં લાઈટ છે છતાં આ વખતે ઠરાવ માં સ્ટેટ લાઈટ છે.છતાં ગામના સભ્યો એ ૪ સ્ટેટ લાઈટ(હેલોજન ટાવર),અને ૨ કચરા નીકળવાની ટ્રોલી ઠરાવ માં મૂકી. ગામમાં પાણી ની ટાંકી એ નથી એક જ બોર પર લોડ પડે છે.ગામની સરકારી શાળા પણ જર્જરિત હાલત માં છે વરસાદ નું પાણી ટપકે છે ત્યારે એક આદર્શ ગામ તરીકે દત્તક લઈને માત્ર કાગળ પરજ બોલતું હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution