સુરતમાં ઇજેક્શનની કમી હોવાને કારણે કોરોના દર્દીઓની હાલત ખરાબ

સુરત,

અમદાવાદ બાદ હવે , સુરતમાં હવે કોરોના કેસનો રાફડો ફાટી રહ્યો છે તેવામાં સુરતની હોસ્પિટલોમાં કરોના માટેના ઇજેક્શનની તંગી વર્તાઇ રહી છે જેના કારણે , સુરતના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી નથી અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.તેના પગલે નવસારીના સાંસદ સી.આર. પાટીલે ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનને પત્ર લખ્યો છે.

 આ ઈન્જેક્શન વગર કેટલાક દર્દીનાં મોત થયાનું સામે આવ્યું છે. ખાનગી હૉસ્પિટલમાં દાખલ દર્દીનાં સ્વજન આ ઈન્જેક્શન માટે સતત સિવિલ હૉસ્પિટલના ધક્કા ખાતા હોય તેવું જાણવા મળ્યું છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution