વડોદરા-
અમદાવાદ, જામનગર અને વડોદરા શહેરની કોવીડ વોર્ડમાં આગ લાગવાની ઘટનાએ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે ગત્ત તા. ૮ સપ્ટેમ્બરના રોજ સયાજી હોસ્પીટલના આઈસીયુ વિભાગમાં લાગેલી આગને પગલે એક મોટી દુર્ઘના ટળી હતી. જોકે આ સમગ્ર મામલે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના કોરોના વિભાગના આઇસીયુમાં એકાએક આગ લાગી હતી. આગનુ પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટ જાણવા મળ્યુ છે પરંતુ ચાર દિવસ જ અગાઉ હોસ્પિટલમાં ફાયર મોક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી.અને ગઇ કાલે આગ લાગી હતી જેથી હોસ્પિટલ તંત્ર પર અનેક સવાલો ઉભા થાય છે. જોકો વોર્ડમાં હાજર સજાગ કોરોના વોરીયર્સના કારણે કોઇ પણ દર્દીને કોઇ પણ પ્રકારનુ નુક્શાન નહોતુ પહોચ્યું અને તમામને સુરક્ષિત વોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા.
ગઇકાલે જે ઘટના બની તેની ગંભીરતાને ધ્યાનમાં લઇ અને ઘટનાને ઉંડાઇથી સમજવા માટે ચાર સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે જેના અધ્યક્ષ પદે વહિવટે મ્યુસિપલ કમીશ્નર સુધીર પટેલ છે. ઘટનાને 24 કલાક પહેલા ICUના cctv ફુટેજ બહાર આવી ગઇ છે.