વડોદરા
શેખ બાબુ કસ્ટોડીયલ ડેથથી વિવાદમાં આવેલી ફતેહગંજ પોલીસ ફરી વિવાદમાં આવી છે.નવાયાર્ડ ડી કેબીન પાસે ફુલવાડી મહોલ્લામાં નાઇટ કરફ્યુ દરમ્યાન લગ્ન નિમિત્તે ડી જે ના તાલ પર નાચતા યુવાનોનો વીડીયો વાયરલ થતા કાયદો વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણનો દાવો કરતી ફતેહગંજ પોલીસે કંટ્રોલ રુમની વર્દીને આધારે તપાસ કરતા યુવાનો સોશિયલ ડીસટન્સનો ભંગ કરવા સાથે માસ્ક નહી પહેરીને નાચતા વરરાજાના ભાઇ,ડી જે સંચાલક સહીત છ યુવાનની ધરપકડ કરી હતી.આ બનાવને પગલે પોલીસ કમિશ્નરે ટવીટ કરીને અબ ઇનકી પાર્ટી થાને કે લોકઅપ મે લખ્યું હતું. જે ચર્ચાને કેન્દ્ર બની હતી. ફતેહગંજ પોલીસ બાબુ શેેખ કસ્ટોડીયલ ડેથથી વિવાદમાં આવી છે.અને કોઇને કોઇ કારણોસર ફતેહગંજ પોલીસ વિવાદમાં ઘેરાયેલી રહી છે.તેવા સમયે પોલીસની નિષ્કાળજી અને નાઇટ કરફ્યુ દરમ્યાન કાયદો વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણનો દાવો કરતી પોલીસ ફરી વિવાદમાં આવી છે.નવાયાર્ડ ડી કેબીનમાં ફુલવાડી મહોલ્લામાં રહેતા ફૈઝલ અહેમદખાન પઠાણના ભાઇના લગ્ન હતા.જેથી ફૈઝલે કાયદા વ્યવસ્થાની પરવાહ કર્યા વિના ડીજે મંગાવ્યું હતું.અને નાઇટ કરફ્યુ દરમ્યાન ડી જે વગાડતા જ પરિવારના સભ્યો તેમજ યુવાનો ડીજેના તાલ પર નાચતા હતા.જેમાં યુવાનો સોશિયલ ડીસટન્સનો ભંગ કરવા સાથે માસ્ક નહી પહેરીને નાચતા હતા.જે વીડીયો વાયરલ થતા કોઇને પોલીસ કંટ્રોલ રુમને જાણ કરી હતી.જે વર્દીના આધારે નવાયાર્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમા નીકળેલી પોલીસે તપાસ કરતા કેટલાક યુવાનો નાચતા હતા.જેથી પોલીસે વરરાજાના ભાઇ ફૈઝલની સાથે નવાયાર્ડ ચીસ્તીયા મસ્જિદની પાછળ રહેતા મહંમદ અનસ મીરખાન પઠાણ,ફુલવાડી મહોલ્લામાં રહેતા હર્ષ દિલીપ પરમાર, ઇમરાન ઉર્ફે દરબાર ઇબ્રાહીમ રાઠોડ,મોમીન પાર્કમાં રહેતા જાકીર ઉર્ફે કાલુ દિલીપ રાઠોડ, તેમજ નવાયાર્ડમાં જ રહેતા ડી જે સંચાલક મયુર માઇકલ મેકવાનની ધરપકડ કરી હતી.અને ડીજેનો તમામ મુદ્્ામાલ કબ્જે લીધો હતો.આ બનાવ પછી પોલીસે ફતેહગંજ પોલીસે જાણે કોઇ મોટુ તીર માર્યું હોય તેમ અબ ઇનકી પાર્ટી થાને લોકઅપ મે હે લખીને ટવીટ કરતા પોલીસ બેડામાં આ ટવીટ પણ ચર્ચાનો વિષય બની હતી.સામાન્ય વ્યકિત પર કાયદાનો દંડો ઉગામતી પોલીસ પોતાની ફરજ પ્રત્યે કેટલી ગંભીર છે.તે આ બનાવ પરથી સાબિત થાય છે.પોલીસ નવાયાર્ડ વિસ્તારમાં જ નાઇટ પેટ્રોલીંગમાં હતી.તેમ છતાં પણ રાત્રીના શાંત વાતાવરણમાં ડી જેનો અવાજ સાંભળી શકી ન હતી.પોલીસ સાચા અર્થમાં જાણતી હતી કે અજાણ બનવાની કોશિશ કરતી હતી.જે ચર્ચાનો વિષય બન્યો છે.અને પોતાની ભુલ છુપાવવા એફઆઇઆરમાં પેટ્રોલીગ દરમ્યાન ડી જે પાર્ટી પકડી હોવાનું બતાવે છે.સાચા અર્થમાં કંટ્રોલ રુમની વર્દીને આધારેપોલીસે આ કામગીરી કરી છે.તેવા સમયે ફરજ પ્રત્યે ગેરજવાબદાર કર્મચારી કે અધિકારી સામે પોલીસ વિભાગ કાર્યવાહી કરવાને બદલે તેમની કામગીરીની પ્રશંસા કરી રહી છે.