બીજિંગ-
ચીનની સંસદે તિબેટમાં બ્રહ્મપુત્ર પર બંધ બાંધવા સંબંધી ૧૪ મી પંચવર્ષીય યોજનાને મંજુરી આપી દીધી છે, અબજાે ડોલરનાં ખર્ચે તૈયાર થયેલી પરિયોજના સંબંધી ૧૪મી પંચવર્ષીય યોજનાને મંજુરી આપી, આ પ્રોજેક્ટ અરૂણાચલ પ્રદેશની સરહદે નજીક તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિવાદાસ્પદ જળ વિદ્યુત પરિયોજનાનો પણ સમાવેશ થાય છે, જે અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે.
નેશનલ પિપલ્સ કોંગ્રેસએ ૬ દિવસનું સત્ર અંતિમ દિવસે ગુરૂવારે રાષ્ટ્રિય આર્થિક અને સમાજીક વિકાસ માટે ૧૪મી પંચવર્ષીય યોજના (૨૦૨૧-૨૦૨૫)ને મંજુરી આપી દીધી.એનપીસીમાં બે હજારથી વધુ સભ્ય છે, જેમાંથી સૌથી વધુ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં છે, સત્રમાં ચીનનાં પ્રમુખ શી જિનપિંગ, વડાપ્રધાન લી ક્વિંગ અને અન્ય અગ્રણી નેતાઓએ ભાગ લીધો.૧૪ મી પંચવર્ષીય યોજનામાં બ્રહ્મપુત્રા નદીનાં નીચલા પ્રવાહ પર ડેમ બનાવવાનું શામેલ છે, જેમાં ભારત અને બાંગ્લાદેશે ચિંતા વ્યક્ત કરી છે. ચીને આવી ચિંતાઓને દૂર કરતા કહ્યું છે કે તે તેમના હિતોને ધ્યાનમાં લેશે.ભારત સતત ચીનનાં અધિકારીઓને તેની ચિંતાથી અવગત કરાવતું રહે છે, અને તેમને એ સુનિશ્ચિત કરાવવાનો આગ્રહ કરી રહ્યું છે કે તેની કોઇ પણ પ્રકારની પ્રવૃતીથી તેના હિતોને નુકસાન ન પહોંચે.