અમદાવાદઃ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાની તૈયારીનો આજ થી આરંભ થયો છે આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથનું પૂજન કરવામાં આવ્યું હતું ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આ વિધીમા ઉપસ્થિત રહયા પૂજન વિધિ બાદ ભાગવાની મહાઆરતી કરવામાં આવી હતી .કોરોના ગાઈડલાઈનને ધ્યાન આ રાખીને ઓછા લોકો સાથે આ વિધિ હાથ ધરવામાં આવી હતી. આજ પૂજન બાદ હવે રથનું કામ શરૂ કરવામાં આવશે જાેકે આગામી સમયમાં નીકળનારી જળયાત્રા અને રથયાત્રા વિશે સરકાર ર્નિણય કરશે. ગયા વર્ષે ભગવાં જગન્નાથની રથયાત્રા મંદિર પરિસર મા જ કાઢવામાં.આવી હતી.