કેન્દ્ર સરકાર આગામી 15 દિવસ માં 192 લાખ રસી ના ડોઝ રાજ્યો ને મોકલશે

દિલ્હી-

કેન્દ્ર સરકાર આગામી 15 દિવસમાં 192 લાખ રસી ના ડોઝ રાજ્યોમાં મોકલશે. આરોગ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રસીના આ ડોઝ 16 મેથી 31 મે સુધી મોકલવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવેલા કુલ 192 લાખ ડોઝમાંથી 162.5 લાખ ડોઝ કોવિશિલ્ડના અને 29.49 લાખ ડોઝ કોવેક્સિન ના છે. આ તમામ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે મોકલવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 18 કરોડ રસી ના ડોઝ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે મોકલી દીધા છે. ભારતમાં 114 દિવસની અંદર 17 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે અમેરિકામાં આટલા રસી લેવામાં 115 દિવસ અને ચીનમાં 119 દિવસ લાગ્યાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution