દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો


દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (ઁસ્ ઈ-ડ્ઢઇૈંફઈ) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક મોબિલીટીને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઈ ટુવ્હીલર્સ, ઈ થ્રી વ્હીલર્સ, ઈ એમ્બ્યુલન્સ, ઈ ટ્રક અને અન્ય ઉભરતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા ૩૬૭૯ કરોડની સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ ૨૪.૭૯ લાખ ઈ-ટુવ્હીલર, ૩.૧૬ ઈ થ્રી વ્હીલર્સ અને ૧૪,૦૨૮ ઈ-બસને સપોર્ટ મળશે.

મોદી કેબિનેટે ભારે ઉદ્યોગ મંત્રાલયના પીએમ ઇ-ડ્રાઇવ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને આગામી ૨ વર્ષમાં આ યોજના પાછળ રૂપિયા ૧૦,૯૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભારે ઉદ્યોગ મંત્રાલય ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે ઈ-વાઉચર્સ લઈને આવી રહ્યું છે જેથી તેઓ યોજના હેઠળ આપવામાં આવતા ઈન્સેટિવનો ફાયદો મેળવી શકે. ઇલેક્ટ્રિક વાહન ખરીદતી વખતે આ યોજના સાથે જાેડાયેલ પોર્ટલ ખરીદનાર માટે આધાર પ્રમાણિત ઈ-વાઉચર જનરેટ કરશે. ઈ-વાઉચર ડાઉનલોડ કરવા માટેની લિંક ઈવી ખરીદનાર ખરીદનારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.

ઈ-વાઉચર પર વાહન ખરીદનાર સહી કરે તે પછી, યોજના હેઠળના ઈન્સેટિંવનો લાભ લેવા માટે તેને ડીલરો પાસે જમા કરાવવાનું રહેશે. ત્યાર બાદ ડીલરોના હસ્તાક્ષર બાદ તેને પીએમ ઈ-ડ્રાઈવ પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. હસ્તાક્ષર કરવામાં આવેલ વાઉચર ખરીદનાર અને ડીલરને જીસ્જી દ્વારા મોકલવામાં આવશે. આ યોજના હેઠળ વળતરનો દાવો(ઇીૈદ્બહ્વેજિીદ્બીહં ઝ્રઙ્મટ્ઠૈદ્બ) કરવા માટે ર્ંઈસ્ માટે સહી કરેલ ઇ-વાઉચર આવશ્યક છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution