કેન્દ્ર સરકારે સતત બીજી વખત સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો


ક્રૂડ ઓઈલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને રૂ. ૨,૧૦૦ પ્રતિ ટન કર્યો છે. અત્યાર સુધી વિન્ડફોલ ટેક્સ તરીકે પ્રતિ ટન ૪,૬૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતા. સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (છ્‌હ્લ)ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ શૂન્ય રાખ્યો છે. કેન્દ્ર સરકારે સતત બીજી વખત સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો છે. જાેકે હવે વિન્ડફોલ ટેક્સ ઘટાડો કરતાં પેટ્રોલ-ડીઝલ પણ સસ્તું થશે કે નહીં તેને લઈ પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

વિગતો મુજબ અગાઉ ૩૧ જુલાઈના રોજ સરકારે સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (જીછઈડ્ઢ) અથવા વિન્ડફોલ ટેક્સને ૭,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૪,૬૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. તેમાં લગભગ ૩૪ ટકાનો ઘટાડો થયો હતો. ઉપરાંત ડીઝલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર જાળવવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ પર સ્થાનિક રિફાઈનરોને આપવામાં આવતી છૂટ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આનાથી તે સ્થાનિક કંપનીઓને ફાયદો થતો રહેશે જે રિફાઇનરીઓ ચલાવે છે અને વધુ નફા માટે દેશની બહારના બજારોમાં ડીઝલ, પેટ્રોલ અને એટીએફ જેવા શુદ્ધ ઉત્પાદનો વેચે છે.

વિન્ડફોલ ટેક્સ ભારત સરકાર દ્વારા જુલાઈ ૨૦૨૨ માં શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તે દેશના તેલ ઉત્પાદકો પર જ લાદવામાં આવતું હતું. પરંતુ આ પછી પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પર પણ તે લાદવામાં આવ્યો. સરકાર વિન્ડફોલ ટેક્સ લાદીને ખાનગી રિફાઈનરોને વિદેશમાં ઊંચા ભાવે આ ઈંધણ વેચવાથી નિરાશ કરવા માંગે છે. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ખાનગી રિફાઇનર્સ સ્થાનિક બજારમાં સપ્લાયને પ્રાથમિકતા આપે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ અને પ્રોડક્ટના ભાવમાં થતી વધઘટના આધારે વિન્ડફોલ ટેક્સ દર પખવાડિયે બદલાય છે. જ્યારે કોઈ ઉદ્યોગ અનપેક્ષિત રીતે મોટો નફો કરે છે ત્યારે સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા તેલ ઉપભોક્તા ચીનની ઘટતી માંગ અને મધ્ય પૂર્વમાં ઘટતા તણાવની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ ઇં૮૦ની નીચે ટ્રેડ થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution