કેન્દ્ર સરકાર દ્વારા દેશની એઆઈ પર ટૂલ્સ ડેવલોપ કરનાર ટેક કંપનીઓ માટે એડવાઈઝરી જાહેર કરી

લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને રાખી ડીપફેક વિડ્યો તેમજ ખોટી માહિતીના પ્રચાર - પ્રસારને અટકાવવા એડવાઈઝરી

આધુનિક યુગ હવે, વધારે આધુનિક બની રહ્યો છે. આજના અદ્યતન યુગમાં એઆઈ એક એવું ફીચર છે જે વ્યક્તિની જાણ બહાર વ્યક્તિની ક્લોન ઇમેજ બનાવી શકે છે. જેના અનેક પુરાવા તાજેતરમાં જ મળ્યા છે. એઆઈના એક ફીચર ડીપફેકનો ઉપયોગ કરીને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો બનાવી તાજેતરમાં જ રિલીઝ કરાયો હતો. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જે અંગે વડાપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે હવે, કેન્દ્ર સરકાર એઆઈના ટૂલ્સ સામે સતર્ક બની છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ ટેક કંપનીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. યુજેમાં જણાવાયું છે કે, કંપની દ્વારા હાલ જે એઆઈ ટુલ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અથવા તો રિસર્ચ કરવામાં આવી રહી છે તેને યુઝર્સના ઉપયોગ માટે જાહેર કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. આ એડવાઈઝરી 1 માર્ચ 2024ના રોજ કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.

15 દિવસમાં એઆઈ ટૂલ્સની માહિતી કેન્દ્ર સરકારને આપવા દેશની ટેક કંપનીઓને આદેશ કરાયો

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે, આ એડવાઈઝરી એવા પ્લેટફોર્મ ઉપર પણ લાગુ થશે જેનો ઉપયોગ કરીને યુઝર્સ ડીપફેક કંટેન્ટ જનરેટ કરે છે. એટલું જ નહીં કંપની દ્વારા હાલ જે એઆઈ ટુલ માટે સંશોધન થઇ રહ્યું છે અથવા તો તે ટેસ્ટિંગમાં છે. તેની માહિતી 15 જ દિવસમાં સરકારને આપવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જોકે, સરકાર દ્વારા આ આદેશમાંથી દેશના યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટાર્ટ અપને બાકાત રાકખવામાં આવ્યા છે. સ્ટાર્ટ અપને બાકાત રાખવા માટે સરકારના મંત્રાલય દ્વારા કોઈ કારણ હજી જાહેર કરવામાં આવ્યું નથી. જેને લઈને ટેક કંપનીઓ પણ અસમંજસ પડી ગઈ છે.


આગામી લોકસભાની ચૂંટણીને લઈને નિર્ણય લેવાયો

કેન્દ્રીય અમનત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જાળવી રાખવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડીપફેકનો ઉપયોગ કરીને ચૂંટણી દરમિયાન કોઈન પણ પ્રકારની અરાજકતા ફેલાવવા તેમજ મતદારોમાં ઉમેદવારો માટે ખોટી ભ્રમણા ઊભી કરવા ન આવે તે વાત પર સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એઆઈ દ્વારા ઉમેદવારની ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવા આવે તેવી શક્યતા હોય સરકાર દ્વારા નિર્ણય લઇ તમામ કંપની પાસે 15 દિવસમાં જરૂરી માહિતી સાથેનો અહેવાલ માંગવામાં આવ્યો છે.


જેમિનીની ભૂલના લીધે કેમ ગૂગલે માંગી માફી?

ગૂગલના એઆઈ પ્લેટફોર્મ જેમિનીની ભૂલના કારણે ગૂગલે માફી માંગવાની નોબત આવી છે. જેમિની દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે યુઝર્સ દ્વારા પૂછવામાં આવેલા એક સવાલમાં આપેલા જવાબથી ભારે હોબાળો મચ્યો હતો. યુઝર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું મોદી ફાશીવાદે છે ? જેના જવાબમાં જેમિનીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેમના પર એવી નીતિ લાગુ કરવાના આરોપ લાગ્યા છે કે જેને લઈને કેટલાક તજજ્ઞો દ્વારા તેમને ફાસીવાદી કહેવામાં આવ્યા છે. આ આરોપ કેટલાક તથ્યો પર આધારિત છે. જેમાં ભાજપની ઇહન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા, અસંમતિ પર દમન અને હિંસાના ઉપયોગનો સમાવેશ થાય છે.


કેન્દ્રીય મંત્રી દ્વારા ગૂગલને ચેતવણી આપી હતી

ગૂગલે તેના એઆઈ પ્લેટફોર્મ જેમિનીની ભૂલના લીધે માફી માંગી તેના એક સપ્તાહ પહેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા તા. 23મી ફેબ્રુઆરીના રોજ ગૂગલ ઇન્ડિયાને ચેતવણી આપી હતી. જે ચેતવણીમાં રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ગૂગલે આઈટી એક્ટના નિયમો અને ક્રિમિનલ કોડની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. રાજીવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) પર ટ્વીટ કરી હતી કે, જેમિની દ્વારા આપવામાં આવેલો જવાબ આઇટી એક્ટના મધ્યસ્થી નિયમોના નિયમ 3(1)(બી)નું સીધું ઉલ્લંઘન છે. એટલું જ નહીં ક્રિમિનલ કોડની કેટલીક જોગવાઈઓનું પણ ઉલ્લંઘન છે. રાજીવ ચંદ્રશેખરના આ ટ્વીટ પછી જ કેન્દ્ર સરકાર દ્વારા દેશની ટેક કંપનીઓ માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.


સુંદર પિચાઈએ કર્મચારીઓને મેમો આપી સૂચના આપી

ગૂગલના એઆઈ પ્લેટફોર્મ જેમિનીએ ખોટો ઇતિહાસ જણાવતી તસવીરો અને લખાણ જનરેટ કાર્ય હતા. જેના પગલે યુઝર્સ નારાજ થયા હતા. જેનો યુઝર્સ દ્વારા વિરોધ કરતા જણાવાયું હતું કે, જેમિની દ્વારા ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે જે કોઈ સંજોગોમાં સાંખી શકાય તેમ નથી. યુઝર્સના આ વિરોધ અંગે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગૂગલના કર્મચારીઓને મોકલેલા ઈન્ટરનલ મેમોમાં હાલમાં જ આ વાતનો ઉલ્લેખ કરી જરૂરી સૂચના તેમજ ધ્યાન આપવા સલાહ આપી હતી. સીઈઓ સુંદર પિચાઈ દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલા મેમોમાં વાતને ધ્યાને લેવી પડી તે ઇતિહાસને લગતો મુદ્દો શું હતો તે પણ જાણવો જરૂરી છે. યુઝર્સ દ્વારા જેમિનીને 1943ના જર્મન સૈનિકની તસ્વીર જનરેટ કરવા કહ્યું હતું. જેના જવાબમાં જેમિની દ્વારા જનરેટ કરવામાં આવેલી તસ્વીરમાં જર્મન આર્મી યુનિફોર્મમાં એશિયન મહિલા દર્શાવવામાં આવી હતી. એવી જ રીતે મધ્ય યુગના બ્રિટિશ રાજા અને 18મી સદીના ફ્રેન્ચ રાજાની તસ્વીરો પણ ખોટી જનરેટ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution