સેન્સર બોર્ડે ફિલ્મ ‘દેવરા’માં ચાર સીનમાં કટ કરવાનું સૂચવ્યું

ટોલિવુડ સ્ટાર જુનિયર એનટીઆરની પૅન ઇન્ડિયા રિલીઝ એક્શન ડ્રામા ફિલ્મ ‘દેવરા’ની તેના તેમજ જ્હાન્વીના ફૅન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે. સિવાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યારે તેના ટ્રેલરને પણ ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં જ સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મળ્યું છે અને તેની સેન્સરની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. સેન્સર બોર્ડના રિપોર્ટ મુજબ સીબીએફસીએ ફિલ્મ માટે ચાર કટ સૂચવ્યા છે. તેમાંથી ત્રણ કટ વધુ પડતાં હિંસક દૃશ્યો માટે છે, તેમજ એક કટ શાર્કના સીન માટે સીજીઆઈ માર્ક ઉમેરવાનો છે. સેન્સર બોર્ડના સૂચનો મુજબ, એક વ્યક્તિ તેની પત્નીને લાત મારે છે, એક તલવાર પર માણસનું શરીર લટકાય છે, તેમજ એક દિકરો તેની માને લાત મારે છે તે દૃશ્યોમાં તેની અસર ઓછી ન થાય એ મુજબ થોડાં ફેરફાર કરાયા છે. આ સુધારા પછી ફિલ્મ ૧૭૭ મિનિટ અને ૫૮ સેકન્ડની થઈ ગઈ છે. જુનિયર એનટીઆર સાથે જ્હાન્વી લીડ રોલમાં હોવાની સાથે સૈફ પણ આ ફિલ્મમાં મુખ્ય વિલનના રોલમાં હશે, આ બંનેની આ સાઉથમાં ડેબ્યુ ફિલ્મ છે. આ એક મોટા બજેટની ફિલ્મ માનવામાં આવે છે, જે નંદામુરી કલ્યાણ રામ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને અનિરુદ્ધ રવિચંદરે તેનું સંગીત આપ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution