દિલ્હી-
અબજોપતિ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાન્સન અને તેની ટીમે આખરે સ્પેસ રેસની આગેવાની કરીને ઇતિહાસ રચ્યો છે. ન્યૂ મેક્સિકોમાં વર્જિન ગેલેક્ટીકના ઓપરેશનલ બેઝમાંથી, જ્યારે વર્જિન ગેલેક્ટીક યુનિટી 22 સ્પેસફ્લાઇટ અવકાશમાં ઉડાન ભરી ત્યારે તેણે પ્રવાસના યુગમાં અવકાશયાત્રા માટે પાયો નાખ્યો. આ ટીમમાં ભારતીય મૂળની શિરીષા બંદલાનો પણ સમાવેશ છે. કલ્પના ચાવલા પછી તે અવકાશમાં જવાની પ્રથમ ભારતીય જન્મેલી મહિલા છે. બ્રિટિશ અબજપતિ સર રિચાર્ડ બ્રેન્સને વિશ્વની પ્રથમ ખાનગી અવકાશયાત્રા સફળ રીતે કરી બતાવીને એક ઇતિહાસ સર્જી બતાવ્યો છે. અત્યાર સુધી અનેક અવકાશયાત્રીઓ અવકાશમાં જઇને પરત આવ્યા છે. પરંતુ આ બધી અવકાશયાત્રાઓ સરકારી ધોરણે યોજાતી હતી. અમેરિકા, રશિયા જેવા દેશોની સરકારો દ્વારા આ અવકાશયાત્રાઓનું આયોજન થતું હતું પરંતુ બ્રેન્સને પ્રથમ ખાનગી અવકાશયાત્રા યોજી બતાવી છે અને તેઓ અવકાશયાત્રા માટે થનગની રહેલા અન્ય ઉદ્યોગપતિઓ જેફ બેઝોસ અને એલન મસ્કને પાછળ મૂકી ગયા છે. બ્રેન્સનના સ્પેસ શટલ જેવા રોકેટમાં તેમની સાથે છ અવકાશયાત્રીઓ હતા અને બ્રેન્સને કહ્યું છે કે ભવિષ્યમાં ખાનગી ધોરણે પણ લોકો અવકાશમાં જઇ શકે તે માટે તેમણે આ પહેલ કરી છે.